________________
1119
– ૩૯ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ :- 76
૫૪૯
તમે જેને માનો એનાં વખાણ કરનારને પણ ઓળખી લેજો!
સભાઃ “આનંદઘનજીનું અધ્યાત્મ કેવું ?'
આનંદઘનજીના નામે લોકો ગપ્પાં ચલાવે છે. આજે તો ગપ્પાંનો પાર નથી. આનંદઘનજીનાં સ્તવનો એ કેવા હતા એની પ્રતીતિ કરાવે છે. એમનાં સ્તવનોમાં વર્ણવેલા આચારવાળા એ હોય તો જ એ આપણને માન્ય છે અને લોકો કહે છે તેમ અગડંબગડું ચલાવનારા હોય તો આપણને માન્ય નથી; પણ એ એવા હોય ? તેઓ શું કહે છે ?
પાપ. નહિ કોઈ ઉસૂત્ર ભાષણ કિસ્યો...' આવું કહેનારા એ મહાપુરુષ એક પણ અયોગ્ય પ્રવૃત્તિ કરે ? લોકોનાં ગપ્પાં ન મનાય. આજનાં મોટા ભાગનાં સાહિત્ય બને ત્યાં સુધી દેશવટો દેવા જોગાં છે. એ લોકો આનંદઘનજીને માને છે ? નહિ. એ તો કોઈને જ માનતા નથી. એ લોકો જો આનંદઘનજીને માને છે તો એ આનંદઘનજી જે આગમોને માને તેને કેમ ન માને ? પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મ.ને માને તેઓ એ મહાપુરુષ જે આગમોને માને અથવા એમણે જે આગમ (શાસ્ત્રો) લખ્યાં તેને કેમ ન માને ? એ લોકો કહે છે કે “હરિભદ્રસૂરિ ભાવાચાર્ય હતા.'કબૂલ છે કે એ ભાવાચાર્ય અને પરમ મધ્યસ્થ હતા; પરંતુ એમની તો બધી વાત કબૂલ છે ને ? એમ પૂછીએ તો પાછા ત્યાં “હા” નથી કહેતા. એ વાતમાં આઘાપાછા થાય છે; ત્યારે શ્રી હરિભદ્રસૂરિ મની પ્રશંસા કરવાનો હેતુ લોકોને એમના નામે ભોળવવાનો છે. એક પણ પ્રામાણિક આચાર્યને માને તેને તમામ જિનેશ્વરોને, પૂર્વાચાર્યોને, આગમોને, જીવાદિ નવ તત્ત્વોને, દેવ-ગુરુ-ધર્મને, સમ્યગ્દર્શન; જ્ઞાન-ચારિત્રને, ધર્માનુષ્ઠાનોને માનવાં જ પડે એવી સુંદર યોજના આ શાસનની છે.
અમુકને પ્રામાણિક માને અને બાકી બધું ન માને તે નાસ્તિક છે, મિથ્યાદૃષ્ટિ છે, કાઢી મૂકવા જેવો છે, પછી ભલે એ ગમે તેવો મોટો ગણાતો હોય. જમાલી ભગવાનનો જમાઈ, ભાણેજ અને શિષ્ય, પાંચસો શિષ્યોનો ગુરુ અને અગિયાર અંગનો પાઠી પણ એણે જ્યારે ભગવાન ભૂલ્યા” કહ્યું કે તરત સંઘ બહાર મુકાયા. પાંચસો શિષ્યો એમનો ત્યાગ કરી ભગવાનને શરણે ગયા. “આ તો ભગવાનના જમાઈ !” એ વાત ત્યાં ન ચાલે; ભગવાને ભવચક્રમાં એવા તો ઘણા જમાઈ કર્યા, તેને મનાય ? ભગવાનના એવા તો ઘણા શિષ્યો ભવચક્રમાં થયા પણ તેથી કાંઈ એમને મનાય ? ભગવાનની આજ્ઞા, ભગવાનના આગમ, ભગવાનના સાહિત્યને જે માને તેને માનીએ, બીજાને નહિ. આજે તો પોતાની એક વાત સિદ્ધ કરવા ગમે તેવી ભળતી વાતો લખાય છે.