________________
-
112
૫૫૨
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ વંચાવાય છે, ફેલાવાય છે અને આની સામે અમારો વિરોધ છે, વિગ્રહ છે, એનું ખંડન કરીએ છીએ માટે અમને કજિયાખોર કહેવાય છે. આ વિરોધ હું મૂકી દઉં તો હું કજિયાખોર મટી જાઉં, પછી મારું કોઈ નામ ન લે. એ કહે છે કે-તમે શાસ્ત્રનાં પાનાં વાંચો પણ અમારી સામે આંગળી ન ચીંધો. હું જો માત્ર પાનાં વાંચી જાઉં અને ત્રિકાળ પૂજન કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ એમ માત્ર સંભળાવી જાઉં તો એમને કાંઈ વાંધો નથી પણ હું તો ત્રિકાળ પૂજન કરવા જેવું કહી “જેઓ એની જરૂર નથી એમ કહે છે તે ખોટા છે” એમ કહું છું, એ એમને ખટકે છે. એ કહે છે કે “આ સાધુ અમારી પાછળ પડ્યા છે.'
એ લોકો કહે છે કે “આ સાધુ પાનામાંથી એક ઉક્તિ લઈને વિવેચન એવું કરે છે કે અમારી માન્યતાને, વિચારને ભાવનાને, પ્રચારને; કાર્યને, કાર્યક્રમને ખાંડી ખાંડીને ભુક્કો કરે છે માટે એ સાધુ અમને ભયંકર લાગે છે, તેથી અમારે એમને ઉથલાવવા પ્રયત્ન કરવો જોઈએ.” એ લોકો એટલા માટે તો મને ઉથલાવવાનો વારંવાર પ્રયત્ન કરે છે. છેટેથી બધું કરે છે પણ ફાવતા નથી. હું કહું છું કે “તમે મને ઉથલાવવાનો પ્રયત્ન કરો અને હું તમને ઉથલાવવાનો પ્રયત્ન કરું; જે ફાવે તે ખરો. મને ઉથલાવવાની તમને છૂટ છે પણ ધ્યાન રાખજો એવી રીતે ન ઉથલાવતા કે રખે તમે જ પડો. માટે તમે ઊથલી ન પડો એ સાચવજો. મારા ખંડનથી તેમને ગુસ્સો બહુ આવે છે અને એ ગુસ્સાના યોગે પોતે શું કરે છે એનું પણ ભાન તેઓ ભૂલી જાય છે.” આગમ અને આગમની વાત ન માને તે જૈન નહિ?
હું શાસ્ત્રમાંથી વાત કરું છું એટલે એમણે સીધો હલ્લો શાસ્ત્ર ઉપર કર્યો. શાસ્ત્રને ખોટાં કહી દીધાં એટલે પંચાત જ ન રહી. પણ એમાં ગયું કોનું ? છોકરાને કોઈએ શિખામણ દીધી કે “તારા બાપની આજ્ઞા કેમ માનતો નથી ?' ત્યારે એણે વિચાર કર્યો કે બાપને બાપ માનું તો આ પંચાત ને ? એના કરતાં છાપામાં જાહેર કરી દઉં કે “આ મારો બાપ જ નથી, હું એને બાપ માનતો જ નથી તો વાત એટલેથી જ પતી જાય ને ?
સભા: “પણ એમ જાહેર કર્યા પછી બાપની મિલકતમાં ભાગ રહે ?'
મિલકતના ભાગની વાત તો પછી, પણ દુનિયા પૂછે કે દીકરો કોનો ? ભૂત, પ્રેત, પિશાચ છે ? અથવા નબાપો છે કે શું ? શિખામણ ન માનવા માટે બાપને પણ બાપ ન માનનારા કેવા ગમાર ? આ લોકો પણ કંઈક એવા જ ઉન્મત્ત બન્યા છે. મારી વાતને તોડવા સીધું આક્રમણ શાસ્ત્ર ઉપર કર્યું. એથી તો હવે મારી મહેનત મટી-મારું કામ સરળ બન્યું. એ જૈન છે એવું પુરવાર