________________
1115
– ૩૬ઃ સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ - 76 – ૫૪૫ જોઈને હર્ષના ઉછાળા આવે, તારકની આકૃતિ જોઈને તો રોમાંચ ખડાં થાય. મિત્રનો ફોટો જોઈને “મારો સ્નેહ, મારો સ્નેહી' એમ હૃદય ઉછાળા મારે છે. શ્રી વીતરાગદેવની આકૃતિ જોઈને જેને આનંદ ન થાય તેને સમ્યગ્દષ્ટિ કહેવાય કઈ રીતે ?
સભાઃ “મૂર્તિના આલંબન વિના ભક્તિ ન થાય ?
શી રીતે થાય ? આલંબન છતાં સ્થિરતા ટકતી નથી તો વગર આલંબને ટકે ? શ્રી જિનેશ્વરદેવની પ્રશમરસ વહેરાવતી વીતરાગ દશાની મૂર્તિ આંખ સામે વિરાજમાન છતાં મન ટકતું નથી તો વગર આલંબને કેમ ટકે ? તમે ભણ્યા શાથી ? કક્કો ભણ્યા એ આલંબન નહિ ? “ક”નું આલંબન ન લીધું હોત તો કાકા” વાંચતા થયા હોત ? નહિ જ. શ્રી વીતરાગદેવની મૂર્તિ આંખ સામે છતાં જરા રૂપરંગ દેખાય કે આંખ તે તરફ દોડે, જરા શબ્દ કાને પડે કે તરત કાન તે તરફ ખેંચાય, જરા ઘોંઘાટ થાય કે માથું ફરી જાય, અરે ! પ્રભુની મૂર્તિ સામે છતાં જરા કોકની કોણી વાગી જાય તો એને મારવાનું કે તેની સાથે ઝઘડો કરવાનું મન થઈ જાય છે, તો એ મૂર્તિના આલંબન વિના દશા શી ? શિક્ષકની હાજરીમાં જે વિદ્યાર્થી નથી માનતો અને તોફાન કરે છે તે ગેરહાજરીમાં શું ન કરે ?
સભાઃ “અસલને પગે લગાય કે નકલ ને ?'
અસલ શું અને નકલ શું ? ભગવાન વિચરે ત્યારે પણ પગે લાગે તે કોને ? શરીરને ને ? શરીર એ શું ? એ પણ આકૃતિ. આત્મા તથા એના ગુણો તો અરૂપી છે. મુનિને મુનિ કેમ માન્યા ? શરીર એ મુનિ કે આત્મા એ મુનિ ? માટે શ્રી વીતરાગદેવની આકૃતિ એ જ અસલ. “પ્રશમરસ નિમગ્ન..” માં જણાવેલા ભાવ બતાવે એ મૂર્તિ એ જ અસલ. એ વીતરાગ આવા હતા, એવો ખ્યાલ એ મૂર્તિ જ આપે છે. ફોટો અસલ કે નકલ ? ફોટા વિના વ્યવહાર ચાલે છે ? સભા: ‘મહારાણીના બાવલાને કોઈએ કાળું કર્યું હતું એમાં અપમાન મનાયું
હતું.' દુનિયાના વ્યવહારમાં તો ચાલતું જ નથી. અહીં જ બધી દલીલો થાય છે, પણ તે ખોટી છે. વિદ્યાર્થીને ભૂગોળ આખી વંચાવે પણ નકશા ન રાખે તો ? એમાં હરકત શી ? એવું પુછાય ? પેઢી ખોલ્યા પછી બધું કરવું જ પડે. અગિયાર વાગે જવું પડે, નોકર-ચાકર પર દેખરેખ રાખવી પડે, માલની ખરીદી-વેચાણનું ધ્યાન રાખવું પડે, ગ્રાહક તરફ નજર રાખવી પડે, ઉધારનું જમા અને જમાનું ઉધાર ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે. આ બધું ધ્યાન ન રાખે તો હરકત શી એમ પુછાય ? એ ધ્યાન ન રખાય તો પેઢી ઊઠી