________________
1114
૫૪૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એવાઓ પોતાને જો અમારા ભક્ત કહેવરાવતા હોય તો એવા તે ભક્તોને અમે ત્રિવિધે ત્રિવિધે વોસિરાવીએ છીએ.'
પેલા ભક્તો કહે છે કે-‘એમ આપને જરૂ૨ માનીએ છીએ પણ ભૂતકાળના આચાર્યોની વાતમાં અમને શ્રદ્ધા નથી.' ત્યારે આવું સાંભળનાર સાધુ મૌન રહે ? એ એને કહી દે કે ‘ભાઈ ! તું પૂર્વાચાર્યની વાત માનવા તૈયાર નથી તો અમને તેં કેવી રીતે માન્યા ?
સભા પૂર્વાચાર્યોની વાતોને તો એ ગપ્પાં માને છે.’
તો અમે પણ ગપ્પાં જ ને ? અમારો જન્મ ક્યાંથી ? મનુષ્યપણાનો જન્મ જેમ મા-બાપના યોગે તેમ સાધુપણામાં જન્મ ગુરુના યોગે, આગમના યોગે, પૂર્વાચાર્યોના યોગે જ ને ? જો એ બધાં ગપ્પાં તો અમે એ ગપ્પાંના જ સંતાન. પછી એ લોકો અમારા ભક્ત શાથી એ એમણે જાહેર કરવું પડે. ‘જેઓ પૂર્વાચાર્યોને અને આગમોને ગપ્પાં માને છે તે અમને પણ નથી માનતા.’ આવું ન માને અને જાહે૨ ન કરે એમાં સાધુતા નથી. તમારું જિનપૂજનાદિનું વ્યસન અને અમારી મૂલગુણોની પ્રવૃત્તિ અખંડ જોઈએ. જિનમૂર્તિ માનીએ અને દર્શન પૂજન થાય તો યે શું, ન થાય તોયે શું ? એમ બોલાય ? ‘ગમે તેમ બોલવામાં હ૨કત શી ?’ એમ માનવું અને સાધુના ભક્ત કહેવરાવવું એ બને ? વ્યવહારમાં શાહુકારનો દીકરો કોણ કહેવાય ? લેણદાર ઉઘરાણીએ આવે ત્યારે એની આંખમાં પાણી આવે, હાથ જોડે, શીર ઝૂકાવે, પેલાના ચોપડે કદાચ ન હોય તો પણ લાવેલા પાંચસો પોતાને યાદ હોવાનું જ કહે અને લાચારી દર્શાવે, વખત આવ્યે આપવાનું જ કબૂલે પણ દેણાનો કદી ઇન્કાર ન કરે, કુલીન-અકુલીનમાં ભેદ ખરો ને ? ઉત્તમ જાતિ અને અધમ જાતિમાં તફાવત ખરો કે નહિ ? જેમ ત્યાં ભેદ પડે તેમ અહીં પણ ભેદ પડે જ. જે સમ્યગ્દષ્ટિ બન્યો તે આવશ્યક કરણી માટે ગમે તેમ બોલે ? આજની તો મોટી ચર્ચા જ એ છે. કહે છે કે-જિનપૂજન ન થયું, સાધુને ન વાંઘા અને વ્યાખ્યાન ન સાંભળ્યું એમાં સમ્યક્ત્વમાં શો બાધ આવી ગયો ? હું પૂછું છું કે પેઢી ખોલી ને પછી ત્યાં ન ગયા, થડા ઉપર ન બેઠા અને ઘેર પથારીમાં પડ્યા રહ્યા તો એમાં વાંધો શો આવી ગયો ? ત્યાં તો કહે છે કે એવું કરે તો તો મહોંકાણ મંડાઈ જાય. ત્યારે અહીં જ બધું ચાલે એમ ને ?
મૂર્તિના આલંબનની અનિવાર્યતા :
સભા ‘મૂર્તિને ન માને એનામાં સમકિત હોય ?'
જે પોતાના તારકની આકૃતિને નથી માનતો એ તા૨કને માને છે એમ કઈ રીતે કહેવાય ? તારકનું નામ સાંભળીને તો આનંદ થાય, તારકનો પડછાયો