________________
૫૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એમ ધર્મીથી (સમ્યગ્દષ્ટિથી) બોલાય ? ‘શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી તોયે શું અને ન કરી તોયે શું ? ગુરુને વાંઘા તોયે શું અને ન વાંઘા તોયે શું ? જિનવાણીનું શ્રવણ કર્યું તોયે શું અને ન કર્યું તોયે શું ?' આ રીતે સમ્યગ્દષ્ટિ કદી ન બોલે. બોલે તો કહી શકાય કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એને થઈ નથી. સમ્યગ્દષ્ટિ કહેવરાવીને ઊંધી પ્રવૃત્તિ કરવી એના કરતાં બહેતર છે કે પોતાને સમ્યગ્દષ્ટિ ન કહેવરાવવું. એમ ન માનવું કે પીઠની પરીક્ષા નથી. આપણે ઝીણી પરીક્ષાની વાત નથી કરતા પણ મોટી પરીક્ષાની વાત છે. ઝીણી પરીક્ષામાં તો ઘણા આત્મા પસાર ન થાય. એ પરીક્ષા તો આજની તમારી યુનિવર્સિટીની પરીક્ષાથી ઘણી કઠણ છે, મુશ્કેલ છે; પણ મોટી પરીક્ષા મુખ્ય પ્રવૃત્તિથી થાય.
1112
સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનેશ્વરદેવે કહેલાં અનુષ્ઠાન પ્રત્યે અભાવ ન હોય. એ ન થાય એમાં એ કદી બચાવ ન કરે. ન થાય તે માટે પોતાને કમભાગી માને અને તેવો જ જાહેર કરે પણ ‘આ કારણ અને તે કારણ' એવો બચાવ ન કરે. ખાવા-પીવામાં, પહે૨વા-ઓઢવામાં, સૂવા-બેસવામાં કે હ૨વા-ફરવા જવામાં ક્યાંય બચાવ કરો છો ? ત્યાં તો બધાં કામ સમયસ૨ કર્યે જ જાઓ છો ને ? જેમ ત્યાં ખાધાપીધા વિના, ઊંઘ્યા વિના, બેઠા ઊઠ્યા કે ફરવા ગયા વિના ન ચાલે તેમ અહીં સમ્યગ્દષ્ટિ આત્માને જિનપૂજા, ગુરુવંદન અને જિનવાણી શ્રવણ વિના ચાલે નહિ. એમાં વેપાર ધંધાને કારણે ટાઇમ ન મળવાનો બચાવ થાય તો કહેવું જ પડે કે ધર્મક્રિયાઓ પ્રત્યે લાગણી ઓછી છે. કામ તો બધાને રોજ છે. કામનાં બહાનાં કાઢવાં હોય તો રોજ એકસો એક બહાનાં નીકળે. રોજ એવાં બહાનાં કાઢી જિનપૂજન, ગુરુવંદન કે જિનવાણીનું શ્રવણ ન થાય તો મુક્તિ શી રીતે મળે ? અને ક્યારે મળે ? સમ્યગ્દષ્ટિ તો એ ત્રણેનું વ્યસન હોય. જેમ સંસારી જીવને ખાવાપીવા આદિનું વ્યસન છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને જિનપૂજન, ગુરુવંદન અને જિનવાણી શ્રવણનું વ્યસન હોય.
વ્યસન એટલે તેના વિના ન ચાલે એવી દશા. વ્યસનીને એ વસ્તુ વિના ચેન જ ન પડે. ચાહના વ્યસનીને ચાહ વિના ચાલે જ નહિ. એને સ્ફૂર્તિ જ ત્યારે આવે કે જ્યારે ચાહ મળે. પાનના વ્યસનીને ખાધા પછી પાન જોઈએ જ. તેમ સમ્યગ્દષ્ટિને દિ' ઊગ્યે જિનપૂજન, ગુરુવંદન અને જિનવાણીનું શ્રવણ જોઈએ જ. એના વિના એને ઉદ્વેગ રહ્યા જ કરે. એને ચેન જ ન પડે. આવો એ મજબૂત વ્યસની છે. એ વિના સમ્યગ્દષ્ટિ કહેવરાવવું એ ઢોંગ છે. તમે સંસારી છો. તમારાથી જિનપૂજન, ગુરુવંદન કે જિનવાણી શ્રવણ ન થયું તો શું થઈ