________________
1111
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
શ્રી સંધમેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી અને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ પીઠ ૫૨ શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નજડિત સુવર્ણમેખલા હોવી જોઈએ. પીઠ તો ભીતરમાં છે જ્યારે મેખલા બહાર છે, દેખાવમાં છે. પીઠ માટે કોઈ કહે કે ‘જ્ઞાની સિવાય હૃદયની શું ખબર પડે ?' તો કહી શકે છે પણ મેખલાની વાતમાં શું કહે ? જો કે પીઠની પરીક્ષા માટે પણ એવી સુંદર વસ્તુઓ બતાવી છે કે જે દ્વારા એ નક્કી કરી શકાય. પીઠની દૃઢતામાં શંકાદિ પાંચે દોષ ન જ હોય. દૃઢ પીઠવાળો શ્રી જિનેશ્વરદેવના એક પણ વચનમાં શંકા કરે ? ન જ કરે. એ અન્ય મતની અભિલાષા કરે જ નહિ. શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્માનુષ્ઠાનમાં એને સંદેહ હોય જ નહિ. મિથ્યાદૃષ્ટિની પ્રશંસા (પ્રશંસા કહું છું-ગુણની અનુમોદનાનો નિષેધ નથી.) તથા પરિચય એ ન જ કરે. આજે તો વાત વાતમાં શંકા, ડગલે ડગલે કાંક્ષા, વિચિકિત્સા પણ વાતે વાતે, ગુણાનુરાગના નામે મિથ્યાદ્દષ્ટિની પ્રંશસા ચાલુ અને પછી પરિચયનું પૂછવું જ શું ? આ પાંચે દોષ ન હોય તેનું સમ્યક્ત્વ દૃઢ ગણાય. આ જોવું મુશ્કેલ નથી. છતાં આમાં કદાચ કોઈ એમ કહી શકે કે ‘તમે હૃદય ન પારખી શકો, હૃદય તો જ્ઞાની પારખી શકે, તમે માત્ર મને હલકો પાડવા કહો છો,' તો એ ઘડીભર ચાલે પણ મેખલામાં શું કહે ? ત્યાં ચાલે ? પીઠ ૫૨ની ઊંચી જમીન તે મેખલા. એ તો દેખાવામાં જોઈએ ને ? જો કે સમ્યગ્દર્શન જાણવા માટે પણ જ્ઞાનીઓએ બાહ્ય લક્ષણ એટલાં બધાં બાંધ્યાં છે કે એમાં દંભ કે પોલ નભી શકે તેમ નથી. કોઈ આત્મા ગમે તેમ બોલે, ગમે તેમ વર્તે અને છતાંય પોતાને સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખાવવા માગે તો તેને આ શાસનમાં એ રીતે ઓળખાવી શકાય તેમ નથી. સમ્યક્ ચારિત્રમાં ચરણને યોગ્ય અને સમ્યજ્ઞાનમાં જ્ઞાનને યોગ્ય જેમ પ્રવૃત્તિ જોઈએ, તેમ સમ્યગ્દર્શનમાં પણ તેને યોગ્ય પ્રવૃત્તિ જોઈએ.
૫૪૧
સમ્યગ્દષ્ટિને ધર્મકરણીનું વ્યસન હોય ઃ
સમ્યગ્દષ્ટિ એમ તો કદી ન જ કહે કે પૂજા થઈ તોયે શું અને ન થઈ તોયે શું ? પથ્થરની મૂર્તિમાં શું પડ્યું છે ? આત્મા પોતે જ અરિહંત છે, જો પોતે જ અરિહંત છે તો ભટકે છે કેમ ? અરિહંત ખરો પણ ક્યારે ? યોગ્યતા પ્રગટે ત્યારે ને ? દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણે તત્ત્વ આત્મામાં છે એ વાત સાચી, પણ ક્યારે ? પ્રગટાવે ત્યારે ને ? શ્રી જિનેશ્વરદેવના આત્માએ પણ અરિહંતપદની પૂજા કરી કે નહિ ? એમનો આત્મા અરિહંત નહોતો ? અરિહંત બનનાર હતા તોયે અરિહંત આદિ પદની પૂજા એમણે કરી તો આપણે નહિ કરવાની ? કોઈપણ ધર્મકરણી બાબતમાં ‘કરી તોયે શું અને ન કરી તોયે શું !'