________________
૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી : - 75 — ૫૩૯
શરીર માટે ત્યાગ કરાવવો બહુ સહેલો છે. શ૨ી૨ના કા૨ણે ચાહ, બીડી અને નાટકાદિનો ત્યાગ સહજમાં કરાવાય. ક્ષયના દર્દીને બીડી બંધ કરાવે છે અને એ તરત કરે છે. તે વખતે એની તલપ ક્યાં ગઈ ? શરીર માટે તો આખી દુનિયા ત્યાગ કરવા તૈયાર છે. આજે મૂઠીમાં કાંઈક બતાવનારાની પાછળ હજારો ફરે છે. લખપતિઓ પણ શાંતિથી ખાતા-પીતા નથી, ખાતાં ખાતાં પણ હાથમાં ટેલિફોનનું ભૂંગળું ને ‘આવ્યો, આવ્યો' કરે આ બધું શાથી ? અર્થકામ માટે તો દુનિયા બધું કરવા તૈયાર છે. એ માટે તો ઢગલાબંધને ત્યાગી બનાવી શકાય. મોક્ષ માટે જ ત્યાગી બનનારાનો તોટો છે. અર્થકામના ઉપદેશથી પણ ત્યાગી ન બનાવી શંકે એ તો ભારે કમજોરી કહેવાય. બોલતાં ન આવડે તો લાચાર. નહિ તો એ માટે તો કંઈકને ત્યાગી કરી શકાય. લોકોને કહો કે દાઢી રાખવાથી લાખ મળશે તો બધા દાઢી ન મુંડાવે. બાકી આજે તો અસ્ત્રા સાથે રાખીને જ ફરે છે ને રોજ દાઢીઓ ઘસે છે. આજે ઘણા મૂછો મુંડાવે છે પણ એમને કહો કે ‘મૂછ મુંડાવવાથી લક્ષ્મી ગઈ, લક્ષ્મી જોઈએ તો મૂછ રાખો' તો તરત મૂછ કપાવવાનું બંધ ક૨શે. અરે ! વેચાતી લાવીને પણ વળગાડશે.
1109
અર્થકામના ઉપદેશથી ત્યાગી બનાવવા એ તો બચ્ચાંની રમત છે. મૂઠીમાં ‘કઈક છે’ એમ કહો એટલે પાછળ હજ઼ારો ભટકે. કઠિનતા મુક્તિ માટેના ત્યાગમાં છે..
અર્થકામ માટે થતો ત્યાગ એ ત્યાગ નથી પણ આત્મકલ્યાણ માટે થતો ત્યાગ તે ત્યાગ છે. શરીર-સુધારણાર્થે થતો તપ તે તપ નથી. સ્વાર્થ માટે સેવાતી ભાવના તે ભાવ નથી.
દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. એ બે પ્રકારનો મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ. મૂળગુણ મુનિના કહેવાશે તેમાંથી શ્રાવકના તેમજ સમ્યગ્દષ્ટિના પણ સમજાવીશું. મુનિ, દેશવિરતિ કે સમ્યગ્દષ્ટિ બધાનું ધ્યેય મુક્તિ. મેખલામાં સાધુ આવશે. સંઘમાં મુખ્ય કોણ ? સાધુ. સાધુ વિના સંઘ હોય ? સાધુની નિશ્રા વિના સંઘ હોય ? હોય તો એ સંઘ સંઘ નથી. એવાઓ ભેગા થઈને ગમે તેટલી ક્રિયાઓ કરતા હોય તેની કશી કિંમત નથી. મૂળગુણને દીપાવે, પોષે તે ઉત્તરગુણ, એ વિષે આગળ શું કહે છે તે હવે પછી.