________________
1100
૫૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પરલોકને ભૂલેલા એ બંને સંસારસાગરમાં ડૂબે. શ્રાવકોને ધર્મગુરુ પાસે શેઠિયા થવાની ભાવના એ શું ? પેલા ભાટ બનીને કહે છે કે-‘શાસનની પ્રભાવના તમારાથી થાય છે. તમે છો તો અમે શોભીએ છીએ. તમારાથી જ અમે.' શ્રાવક આ સાંભળી રાજી થાય છે. એ બેય પરલોક ભૂલ્યા. અહીં એક માણસને લાખ જણા માને કે સલામ ભરે, ‘ઘણી ખમ્મા' કરે, પણ પછી ? લાખનાં વખાણ મેળવે પણ ધર્મ ચૂકે તો ગતિ કઈ ? એને સદ્ગતિ-દુર્ગતિનો ખ્યાલ જ નથી.
કલ્પસૂત્ર દર વર્ષે સાંભળો છો. એમાંની વાત યાદ છે ? ત્યાં' કંહ્યું કેમહારંભી, મહાપરિગ્રહી અને રૌદ્રધ્યાની નરકે જાય. વાંરુ ! એની અનુમોદના કરે તે ક્યાં જાય ? એનાં વખાણ કરે તે ક્યાં જાય ? કહો કે એ પણ નરકે જાય. જોઈએ છે દેવગતિ પણ મળે શી રીતે ? વિષયવાસનામાં લાગ્યો જ રહે; એમાં જ જીવન પૂરું કરે એને દેવગતિ મળે ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છતાં હજી આ દશા રહે તો કહેવું પડે કે-સ્ટીમર મળી છતાં મધદરિયે ડૂબ્યા. સ્ટીમર ન ડૂબી પણ આ ભાઈબંધ પાણી જોવામાં લીન બની ઊંચોનીચો ને ગાંડોઘેલો થઈ કૂદી પડ્યો ને ડૂબી મૂઓ, ગબડી ગયો ને નીચે ગયો. એ જ રીતે અહીં ધર્મક્રિયાને મૂકી સોના-ચાંદી, હીરા-માણેક, બૈરા-છોકરાં અને પોતાનું શરીર જોવા, સાચવવા, સંભાળવામાં, મોજમજા કરવામાં રહ્યા, ડૂબ્યા ને તળિયે પહોંચ્યા. એક ગમારને ચિંતામણી રત્ન મળ્યું હતું. તે વહાણમાં તૂતક ઉપર બેસી હાથમાં લઈ આમ તેમ જોવામાં મશગૂલ બન્યો. કેવું છે, કેવું છે, એમ બોલવામાં અને જોવામાં ગાંડો થયો. રત્ન હાથમાંથી સરી ગયું અને સમુદ્રના તળિયે પહોંચ્યું. આમ ઘણા તો પોતાનું મોં વારંવાર જોવામાં અને પટિયાં પાડવામાં જ ઘણો સમય બગાડે છે. આ જિંદગી શા માટે ! એ કહો. નાહી ધોઈ મોં જોવાં, પટિયાં પાડવાં, પૈસા કમાવા, સ્ત્રી પરણવી, રંગરાગ માણવા, નાટક ચેટક જોવાં, બાબો બેબી પેદા કરી એની પાછળ કાલાંઘેલાં કરવાં એમ ? સવારમાં ઊઠ્યા પછીની તમારી કાર્યવાહીનું સમયપત્રક લાવો. વિદ્યાર્થી સારા કે પોતાનું ટાઇમ ટેબલ રાખે અને શિક્ષકને બતાવે.
સભા ટાઇમ ટેબલ આપતાં તો શરમ આવે એવું છે.’
જેવા છો તેવા ઓળખાવામાં શ૨મ શી ? શ્રાવકપણું ન હોય છતાં શ્રાવક તરીકે ઓળખાવાના કોડ શા માટે ? તમારી કાર્યવાહી બતાવો. તમને સારા કહેનારા તમને ગમે તો છે પણ એ તો તમારો ઘાત કરનારા છે. તમને સારા કહેનારાના તમે સ્નેહી ન બનો. વાત વાતમાં હાથતાળી આપનારનો વિશ્વાસ ન કરો. ‘આય ઠીક ને તેય ઠીક' એવા ભેળસેળિયાની ભેગા તમે ન ભળો. જરા