________________
• ૫૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ભરવી પડે છે. હજારોપતિ વેપારમાં વીંટાયો છે. લક્ષાધિપતિ કહે. છે કે પેઢીમાંથી ટાઇમ જ મળતો નથી. કરોડપતિ કહે છે કે ‘ઑફિસો અને કંપનીઓ એટલી બધી છે કે પહોંચી શકતો નથી.' મોટ૨માં બધે દોડું છું. તોયે કેટલાંયે કામ રખડે છે. તાર ટપાલના થોકડા ભેગા થાય છે, વાંચવા માટે પગારદાર નોકરો રાખ્યા છે ! અગત્યની વાતો નોંધ કરી મારી પાસે મૂકે છે. મગજ પર બોજો એટલો રહે છે કે એ લોકો કહે છે તે પણ યાદ રહેતું નથી,’-કરોડપતિની પણ આ દશા છે. બતાવો. સુખી કોણ છે ? કરોડપતિને કહેવામાં આવે કે ભાઈ! તારી મૂડીના વ્યાજમાંથી સાત પેઢી ખાઈ શકે એમ છે માટે ઉપાધિ શા માટે ! તો એ કહેશે કે ‘ઉદ્યમ તો કરવો જોઈએ ને ? નિરુઘમી રહેવું એ તો મહાપાપ છે.’ હવે એને કોણ સમજાવે કે ભલા ભાઈ ! ઉદ્યમનો ક્યાં તોટો છે ? ત્રિકાળ પુજન, ઉભયટંક આવશ્યક પૌષધ, સ્વાધ્યાય, ભણવાનું, ગોખવાનું આ બધા ઉદ્યમ નથી ? પૈસા કમાવા એ જ એક ઉદ્યમ છે ? મોટરોમાં દોડાદોડ કરી મજૂરી કરવી એ જ ઉદ્યમ ? મોટરો દોડાવી મજૂરી કરવી એ મોટો ઉદ્યમ કે આ મોટો ઉદ્યમ ? એક ક્રોડના બે ક્રોડ કરતાં એક થપ્પડ઼ એવી લાગે કે બધું સાફ થઈ જાય. એ વખતે અમારી પાસે આવીને ‘મરી ગયો' એમ પોક મૂકે, ત્યારે અમારે કહેવું પડે કે, ‘ભાઈ ! તું મરવા જ જન્મ્યો હતો, આટલા દિવસ જીવ્યો એ જ આશ્ચર્ય !' ધર્મને જેઓ નથી પામ્યા એ, તો ગમે તેમ વર્તે પણ તમે ધર્મ પામવાનો દાવો કરનારા ગમે તેમ કઈ રીતે વર્તી શકો ? દુનિયાની પ્રવૃત્તિમાં મશગૂલ રહેવાનું કહેનારા ગુરુ મળ્યા હોય તો હું કહું છું કે વહેલા વોસિરાવી દેજો, નહિ તો છતી સામગ્રીએ ડૂબી મરશો, છતી આંખે અંધ બની ભટકાઈ મરશો. એવાને પૂછો કે અમને ક્યાં લઈ જવા છે ? એટલું પણ નહિ પૂછો ?
1098
આજના ઉદ્યમવાદીઓએ એવો ઉદ્યમ ઊભો કર્યો છે કે ધર્મ, એ તો નિરુઘમીનું જ કામ ન હોય. એ લોકો કહે છે કે નવરાશ જ ક્યાં છે કે પડિક્કમણું કરીએ ! ધર્મનું ભણવાનો કે સેવા-પૂજા ક૨વાનો સમય જ ક્યાં છે ? એ સમય મળે કે મેળવવાનો ? અગિયાર વાગે નોકરીએ પહોંચવાનો ટાઇમ મળે કે મેળવવાનો ? દુનિયાની ધમાલ મચાવવા ટાઇમ મળે છે કે મેળવો છો ? વ્યાખ્યાનમાં નિયમિત સમયે કેટલા આવે ? અહીં બધા અનિયમિત અને ત્યાં બધા નિયમિત કેમ ? આ બધા પરલોક માનનારા કહેવાય ? પરલોક માનનારાની આ હાલત હોય ? આમાંથી જ પરલોકની માન્યતાની શંકા પેદા થાય છે, પરલોકની શ્રદ્ધા અચૂક જામે તો સંસારનો ભય લાગે ને ? જેને સંસારનો ભય નથી તેની પરલોકની શ્રદ્ધા એ ઢોંગ છે. કહે છે કે ‘માનીએ બધું પણ કરીએ મનગમતું' તો એ ચાલે ? ખરેખર એ માનતો જ નથી. ગમે તેવો