________________
૫૨૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1096
સભા ‘એ સાચી વાત.’
હવે સમજી ગયા. સદ્ગૃતિ-દુર્ગતિનો આધાર આપણી કાર્યવાહી ઉપર છે. રાજાને સ્વર્ગ મળે અને ટંકને નરક મળે એવું નથી. સહી માત્રથી મુક્તિ મળે ? સ્વર્ગ, નરક કે મુક્તિનો આધાર કાર્યવાહી પર છે. પીઠિકાના વિચારો આપણે કરી ગયા. હવે મેખલા આવે છે. મેખલામાં પહેલો ઓઘો આવે છે. પણ હજી તો પીઠનું ઠેકાણું નથી, ત્યાં શું થાય ? આજના એ લોકો કહે છે કે ‘શ્રી જિનેશ્વરદેવ ખરા પણ એમની બધી વાત ન મનાય.' ત્યારે કહેવું પડે છે કે ‘અરે ભલા ભાઈ ! તો એમ જ કહી દે ને કે એ ખોટા નાહક ખરા કહીને લોકોને ભ્રમમાં કાં પાડો છો ?' જો ખરા કહે છે તો એમની આજ્ઞા કબૂલ કરવી જોઈએ ને?.
આ શાસ્ત્રકાર તો ખુલ્લેખુલ્લું જાહેર કરી ગયા કે જો શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા હોય તો આ શાસનમાં સ્થાન નથી. દુનિયાની ચીજો સારી લાગે એને અહીં આવવાનું કામ શું ? આ લોકો તો વાતવાતમાં શંકા કરે છે અને છે કે-‘ખાવા-પીવામાં, ખેલવા-કૂદવામાં નાટક-ચેટકમાં, દુનિયાના રંગરાગ ક૨વામાં એને ખાતર થોડી હિંસા થતી હોય તો તેમાં,-થોડું જૂઠું બોલવામાં આ બધામાં વાંધો શો ?’ આવું બોલનારા અને માનનારા સંઘમાં હોય ? શ્રાવકને તો ઊંઘમાં પૂછો તોયે સંસારને અસાર અને મુક્તિને સાર કહે. જેને સંસારની અસારતામાં મતભેદ હોય, સંયમની શ્રેષ્ઠતામાં શંકા હોય અને મુક્તિ મેળવવાનો વિચાર કરવાનું હજી બાકી હોય, તેનું અહીં કામ શું છે ? જેને મુક્તિ ન ગમે, જેને સંયમ સુંદર ન લાગે અને જેને સંસારની અસારતાનું ભાન ન થાય, એવાં ટોળાંને સંઘમાં ભેળાં કરાય તો ધાંધલ જ થાય ને ? એ તો એક જ સારો રસ્તો કે આ ગેરંટીવાળાને જ ભેળા કરવા.
સભા ‘એવું નક્કી કરવાનો દિવસ ક્યારે ?’
એ દિવસને હજી વાર છે. હજી તો આ વિચાર અહીં આટલામાં જ છે. અહીં પણ સડો હશે ? શી ખાતરી કે અહીં તદ્દન સડો નથી ? અહીં બેઠેલામાંથી પણ અવસરે કેટલા ઊભા રહે ? બહાર જઈને ગમે તેવા સંયોગોમાં પણ આ શાસ્ત્રને જ સાચું કહેનારા કેટલા ? અરે, હજી એવા પણ છે કે-‘જે કહે કે સાચું આ પણ મૂંગા રહો.’ આપણા વિચારો આ મકાનમાં ગુંજે છે એમાં પણ કેટલાક માથાં હલાવી બહાર કાઢી નાખતા હશે.
છતાં પરલોકમાં શંકા કેમ ?
બાળકને વૈરાગ્ય કેમ થાય ! એવી શંકા પરલોક માનનારને થાય ? બાળકને વગર સમજ્યે ધર્મ ક૨વાનું મન કેમ થાય ? એવી શંકા પૂર્વજન્મ