________________
1099 – ૩૫ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૨૯ શાહુકાર પણ પેઢી ડૂબતી લાગે કે તરત કંપી ઊઠે. બચવાના તનતોડ પ્રયાસ કરે, છતાં દેવાળું નીકળે તો આઘાત અનુભવે, કારણ કે એ સમજે છે કે આબરૂ ગઈ. આબરૂમાં એ શ્રદ્ધાવાળો છે માટે કંપે છે, તેમ પરલોકમાં શ્રદ્ધાવાળો હોય તેને ધર્મમાં જરા ખામી દેખાય કે કંપે.
“દુર્ગતિમાં પડતા જીવોને બચાવે તે ધર્મ” આ લક્ષણ ધર્મનું માને અને કહે, તેની રીતભાત કેવી હોય ? એ સમજાવે શું ? એના ઉદ્દેશ ક્યા હોય ? સાધુ વાતવાતમાં શું બોલે ? ૧. સંસારની અસારતા, ૨. સંયમની સુંદરતા અને ૩. મુક્તિ જ સુખનું સ્થાન તથા એનું જ ધ્યેય. આ ત્રણ વાત તો એ રોજ બોલે જ. આ ત્રણ વાત જે દિવસે બોલવામાં ન આવે તે દિવસ નકામો. તમને પણ આ ત્રણ વાત જે દિવસે ન સંભળાય તે દિવસ વાંઝિયો ગયો એમ તમારે માનવાનું. વ્યાવહારમાં પણ જે દિવસે પાંચ-પચીસની કમાણી ન થાય, તે દિવસ વાંઝિયો ગયો માનો છો ને.? આ તો નાના માણસની વાત પણ જેમ માણસ મોટો તેમ મળતર વધારે હોય ને ? એ ન મળે તો દિવસ વાંઝિયો ગયો એમ સમજે છે ને ?
જે પરલોકને માને અને દુર્ગતિથી ડરે તે સુખી. બાકીના બધા દુ:ખી. સમ્યગ્દષ્ટિ તો ન મળે ત્યાં પૂર્વનું પાપ માને અને મળે તો પુણ્ય માને. છોકરો મરે તો એનું આયુષ્ય પૂરું થયું એમ માને અને સંબંધ એટલો જ હતો એમ માને. એ પોતે માંદો પડે તો પાપોદય માને પણ હાય બાપ !ન કરે. બીમારી શાથી આવે છે ? પારકાને ત્રાસ આપવાથી, જીવોની હિંસાથી આવે છે. જે પરલોક માને તેને દુ:ખ નથી. એ દોડધામ કરે જ નહિ.
શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો ધર્મક્રિયાથી પરવાર્યા પછી જ અર્થકામની ચિંતા કરે. તમારી કઈ હાલત છે ? મંદિરમાં પણ અર્થકામની ચિંતા કરો ને ? મોટે ભાગે આ દશા છે. કોઈક પુણ્યવાનને મંદિરમાં અર્થકામના વિચાર ન આવે, વૈરાગ્યના જ વિચાર આવે. આવા અપવાદ હોય, કેમકે ભગવાનનું શાસન જયવંત છે. અર્થકામની ચિંતામાં પડેલાને પરલોકનું ભાન ન હોય. પોતાને પચાસ હજાર મળતા હોય તો ભલેને પચાસનાં પેટ ફૂટતાં હોય એની એને કંપારી ન આવે. એ તો લઈને જ જંપે. કોઈ પૂછે કે “આવું કરીને જઈશ ક્યાં ?' તો કહી દે કે “એવો ભય રાખે એ બીજા ! અમે નહીં.' આવાઓ પરલોકથી ડરે ? એ મંદિર કે ઉપાશ્રયે આવે છતાં સાધે શું ?
જેઓ પરલોક ભૂલ્યા એવા ધર્મગુરુઓ ભાટ બન્યા અને શ્રાવકો પોતાની સ્તુતિના રસિયા બન્યા. પેલા ભાટ બનેલા સ્તુતિ કરે અને આ શ્રાવકો પ્રશંસાના રસિયા સ્તુતિ સાંભળી આનંદ અનુભવે. શ્રી જિનેશ્વરદેવે કહેલા