________________
૫૨૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–
–
1090
આવી પીઠ બન્યા પછી ઉપર મેખલા થાય. પીઠ ઉપરની ઊંચી જમીન તે મેખલા. પીઠમાં માત્ર વિચાર પૂરતી વાત હતી. મેખલામાં હવે અમલની વાત આવે છે. એ અમલ સર્વીશે કે અલ્પાંશે પણ હોય. આ મહર્ષિ ધર્મસ્વરૂપની પીઠિકમાં મેખલાની પીઠિકા બાંધતાં ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે કે
- સુર્તિ પ્રાન્ત નતુvi ઘરતીતિ ઘર્મ |
દુર્ગતિમાં પડતા પ્રાણીગણને બચાવે તે ધર્મ.' ધર્મની આ વ્યાખ્યા આ જ ધર્મ માનવો એવું શ્રી જિનેશ્વરદેવે ન કહ્યું પણ આ વ્યાખ્યા સંગત હોય તે ધર્મ માન્ય કહ્યો. આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે એવી દુનિયાની કોઈ પણ ચીજ હોય તો તે માનવામાં હરકત નથી; હોય તો બતાવો. ધર્મ માન્યો તેને સદ્ગતિ દુર્ગતિ માનવી જ પડે, પરલોક માનવો જ પડે. સદ્ગતિ પુણ્યથી થાય અને દુર્ગતિ પાપથી થાય માટે પુણ્ય-પાપ માનવાં જ પડે. સદ્ગતિદુર્ગતિમાં જનાર તથા અહીં રહેનાર આત્મા છે, તે માનવું જ પડે. જેને આત્મા, પુણ્ય, પાપ, સદ્ગતિ, દુર્ગતિ, પરલોક પર શ્રદ્ધા નથી તેને આ વ્યાખ્યા માનવામાં વાંધો આવશે.
જવાનું દરેકને નિશ્ચિત છે; જવું પણ સદ્ગતિમાં એવી દરેકની ભાવના છે; દુર્ગતિમાં કોઈને જવું નથી એ પણ નક્કી છે; પણ દુર્ગતિથી બચાવી સદ્ગતિએ લઈ જાય કોણ ? જે સદ્ગતિમાં લઈ જાય તે જ ધર્મ. દુનિયા આખી કાંઈ આળસુ નથી, ચોવીસે કલાક મહેનત કર્યા જ કરે છે. એમાંનું કાંઈ પણ જો દુર્ગતિથી બચાવતું હોય તો હરકત નથી. સદ્ગતિ દુર્ગતિને નિહાળી રહેલો મુનિપણામાં રહેલો આત્મા દુનિયાને કઈ ચીજ આપે ? જે ચીજથી જનતા દુર્ગતિમાં ગબડતાં અટકે તે જ આપે ને ? જેથી એ સદ્ગતિમાં પહોંચે. આ સિવાય મુનિ બીજી વસ્તુ આપે ?
આ વ્યાખ્યા સર્વ દર્શનમાન્ય છે. સર્વને સ્વીકાર્ય છે. આમાં કોઈને તકરાર નથી. તકરાર કરે તો નભી શકે તેમ નથી એવી આ વ્યાખ્યા છે. “ધર્મ તે કે જે દુર્ગતિમાં પડતાં બચાવે' આમાં તકરાર કેવી ? આ વ્યાખ્યા માનનારનું હૃદય, એનાં પરિણામ, વર્તાવ, ભાવના વગેરે કેવાં હોય ? આજનાઓ શું કહે છે ? એ કહે છે કે “એમ પરલોક માનીએ, પુણ્ય-પાપ માનીએ પણ આ તમારા હુકમો ન માનીએ, કેમકે આ જમાનામાં એવી ધર્મક્રિયાઓની જરૂર નથી કે જેમાં લક્ષ્મીનો વ્યય થાય; તેમજ વગર લક્ષ્મીએ થતાં સામાયિક, પૌષધ, પૂજા પ્રતિક્રમણ ખરાં, પણ એમાં સમયની બરબાદી છે, એટલે એ પણ આ જમાનામાં ન પાલવે. વળી આ ન ખવાય અને તેને પીવાય એ તો બધું આત્મવંચના જેવું છે. મળેલી સામગ્રીનો ઉપભોગ ન કરવો એ મૂર્ખતા છે.