________________
૫૧૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 102 એ કોણ નથી કરતું ? રંગરાગ માણવાના ઉપદેશ આપવાની જરૂર છે ? “આ બધું ન કરવું જોઈએ” એ સમજાવવાની, એનો ઉપદેશ આપવાની જરૂર છે. ધર્મોપદેશકે આ ચાવી બરાબર હાથમાં રાખવાની જરૂર છે. આ ચાવી એવી સુંદર છે કે એ મળ્યા પછી ઊંઘમાં બોલે તોયે માર્ગને અનુસરતું જ બોલાય. સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષનું ધ્યેય જેને પરિણમ્યું તેના મોંએથી ખોટું નીકળે જ નહિ. જેને પોતાના મનમાં ખૂણે ખૂણે પણ સંસાર ઠીક લાગે છે, સંયમ ખરું પણ લેવાય તો ઠીક-ન લેવાય તો સંસારમાં રહીને ક્યાં ધર્મ નથી થતો ? અને મોક્ષ તો અત્યારે ક્યાં છે ?- એમ થાય, એવાઓ કાળજીથી અને જાગતાં બોલે તોય એનાથી ખોટું બોલાય. જેને સંસારની અસારતા ભાસી તેને તો કોઈ કહે કે “ઇંદ્રો અને અહમિંદ્રો મહાસુખી છે' તોયે એ કહે કે “ના, એ પણ દુઃખી છે. એનું પણ મરણ નિશ્ચિત છે. એને સંસારના ગમે તેવા સારામાં સારાં સુખો બતાવે તોયે એ કહે કે બધેય દુઃખ છે. સંસારની અસારતાના રોમ રોમ પરિણમન વિના સંયમની સુંદરતા ભાસતી નથી. એટલે “સંસાર અસાર છે, મોક્ષ સાર છે અને સંયમ એ જ એનો ઉપાય છે આ ચાવી જેના હાથમાં આવી એ બધે ફાવી શકે છે. શું બોલવું, શું કરવું એ બધું તે સમજી શકે છે. “શું અમે તમારા આધારે જીવીએ છીએ ?'
ગુરુ, ગુરુ મટી યાચક બને એટલે કૃપણના કાકાને એ દાતાર કહે. જાતજાતના આશીર્વાદ આપે પણ એ ફળે ક્યાંથી ? એ આશીર્વાદ દેનારને ભાન નથી કે પેલા કમનસીબના ભાગ્યમાં જ એ નથી. એને એવું વિચારવાની પંચાતમાં પડવું જ નથી. એને તો સામાને રાજી કરી પૈસા કે છેવટે મનગમતું કંઈક લેવું છે. એવા ભિખારી, કૃપણને દાનવીર કહે, કાયરને શૂરવીર કહે અધર્મીને ધર્મવીર કહે; પ્રાચીન બધા મહાપુરુષોના નામે એને ઓળખાવે અને આગળ વધીને એમ પણ કહે કે “તમે ન હોત તો અમારું થાત શું ? તમારે વડે જ અમે છીએ.” એ કમનશીબને પોતાના ભાગ્ય પર પણ વિશ્વાસ નથી.
શ્રી જૈનશાસનમાં શ્રીમતી મયણાસુંદરીની વાત પ્રસિદ્ધ છે. પોતાના પિતાને એ શું કહે છે ? કહે છે કે-વ્યવહારથી આપ મારા પિતા ખરા, વડીલ અને પૂજ્ય પણ ખરા, આપને પગે લાગું એ કબૂલ, આપે મોટી કરી ભણાવીગણાવી એ બધી વાત સાચી પણ આપ કહેતા હો કે-“આપના આધારે જ હું જીવું છું તો એ આપની માન્યતા ખોટી છે. હું મારા પુણ્યબળે જ જીવું છું. દીકરી બાપને પણ આ રીતે સાચી વાત કહે, એ આ જૈનશાસન છે. એ શાસનના સાધુઓ “અમે તમારા વડે જીવીએ છીએ', એમ શ્રાવકને કહે ?