________________
૫૧૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
1980 તેથી. એ રીતે ક્ષમાની ટેવ પડે પછી તો બાપ ગાળ દે તોયે ન બોલે, મા આકરાં વેણ કાઢે તોયે ન બોલે, ગુરુ બે શબ્દ સંભળાવે તોયે સહનઅને કોઈ બીજા ગમે તેમ બોલે તોયે શાંતિ રાખે. એ ટેવ એવી પડે કે ગાળ દેનારા દુશ્મનનું પણ એ કલ્યાણ જ ઇચ્છે. વગર અભ્યાસે એકદમ એ સમતા આવે ?
પાંચ વરસનો જૂનો તાવ એકદમ મટે ? છ મહિના ઉકાળા પીવા પડે ત્યારે એ મટે. મોટો તાવ જલદી ઊતરે પણ ઝીણો તાવ કાઢવા ભારે મહેનત કરવી પડે. શેર પાણીમાં કડવા ઉકાળા ઊકાળી બે રૂપિયા ભાર પાણી રહે ત્યારે પીવાનાં. એ પીતાં તો માથાના વાળ પણ ઊંચા થઈ જાય એવા કડવા હોય. છ મહિના એવા ઉકાળા પીવે ત્યારે હાડ, માંસ અને લોહીમાં પેસી ગયેલો એ તાવ શરીરમાંથી નીકળે. ભટકતા મનને ઠેકાણે લાવવાનો ગુણ વેષમાં, ક્રિયામાં અને ભાવનામાં છે. સામાયિકમાં બેઠેલાને ગુસ્સો કદી આવે પણ તરત વિચાર આવે કે અરે ! હું તો સામાયિકમાં છું. જેનો અમલ નથી કરવાનો એનો વિચાર કરવાનું કામ શું? પણ એ વિચાર સામાયિકમાં બેઠો હોય એને આવે ને ? ઘરમાં કે દુકાનમાં બેઠો હોય અને મન ચળવિચળ પણ કદી થાય પણ જાય ખરો ? પછી થોડા દિવસના વધુ અભ્યાસ પછી એમ પણ થાય કે જવું નહિ તો ભાવના પણ શા માટે બગાડવી ? પણ આ બધું અભ્યાસથી થાય.
સ્ત્રી જાતિ કેટલું સહન કરી શકે છે ? શાથી ? અનુભવ, અમલ અને અભ્યાસથી. વેઠાય કે ન વેઠાય પણ વેઠી લે છે ને? વ્યાધિની વાત વિચારો. તાવ લાગુ પડે ત્યારે શરૂઆતમાં બહુ અકળામણ થાય. પણ થોડા દિવસ જાય પછી દર્દીને એ કોઠે પડી જાય છે. “આ તો રોજનું થયું' એમ એને થાય છે. શરૂઆતમાં સૂઈ રહેતો હોય એ પછી ઊઠે, બેસે, ખાય, પીવે અને કામ પણ કરે. કોઈ પૂછે કે તાવમાં ઊઠ્યો ? તો કહે કે “એ તો રોજનું થયું, ક્યાં સુધી પડ્યા રહેવું ?” આમ વ્યાધિ સાથે પણ માણસને દોસ્તી થઈ જાય છે તો ઉત્તમ ચીજ સાથે પ્રેમ ન થઈ જાય ? તમને ઘેર ન ગમે એવું અમને આ ઓઘા સાથે ગમે છે, તમે માનશો ? અમને આની સાથે દોસ્તી થઈ ગઈ. તમને આ બગલમાં ઘાલવાથી મૂંઝવણ થાય અને અમને એ બગલમાં ન હોય તો મૂંઝવણ થાય. ઊંઘમાંયે અમારા મોંમાથી “ધર્મલાભ” નીકળે, તમારે જાગતાંયે “કર્મલાભની જ વાત નીકળે. આ બધું અભ્યાસનું કારણ છે. બાળક “મા, મા જ કરે એ શાથી? ટેવથી. ઘણા બીમાર દર્દમાં ‘હાય બાપ” કરે અને ઘણા “અરિહંત-અરિહંત' કરે, એમાં કારણભૂત અભ્યાસ છે. કેળવો તો ગુણ આવશે. પરંતુ હજી તમને વસ્તુતત્ત્વ જડ્યું નથી.