________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
મનને જીતવા વચન અને કાયાને કાબૂમાં રાખો :
એ પ્રયત્નો ચાલુ રાખવા માટે ઉત્તમ ભાવના ભાવો, ઉત્તમ આચરણ આચરો, ઉત્તમ ક્રિયા કરો, ઉત્તમ સહવાસ સેવો. ક્રિયામાં રહો પછી મન ભલે ફરે, એનું ગજું કેટલું ? મન ભલે અમુક ક્રિયા ઇચ્છે પણ તમે કરો જ નહિ તો ? વચન અને કાયા એ બે જો તમે કાબૂમાં રાખી શકો તો મન ગમે તેવી દોડાદોડ કરે પણ એનું વળે શું ? એ થાકીને હેઠું બેસી જાય. એકલી ફાર્મા અને વચનના અંકુશથી પણ ઘણા તરી ગયા. મન સાથે વચન અને કાયા એ ખોટા માર્ગે એકાકાર થાય તો સત્યાનાશ વળે. મન ખોટા માર્ગે જાય છે એમ પહેલાં લાગવું જોઈએ, પછી વચન અને કાયાને તાબામાં લો તો અંતે મનને વશ થયા વિના છૂટકો નથી.
૫૦૮
1078
જેટલા માણસ તેટલાં મન, મન તેટલા વિચાર, ક્ષણે ક્ષણે વિચાર જુદા. ત્યાં કશી મર્યાદા ન બંધાય. છેલ્લી હદએ કે મનશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય પણ વચન અને કાયા ઉપર અંકુશ આવે તો મનશુદ્ધિ થાય. મન ભલે વિલાયત જાય પણ કાયા ન જાય તો ? બાટલો હાથમાં લઈને મોંએ માંડે તો દારૂ પીધો કહેવાય ને ? મન વિલાયત ગયું પણ કાયા ન ગઈ તો ત્યાંના માંસ મદિરા વાપર્યાં ? નહિ જ. આત્માના ત્રણ દુશ્મન છે. મન, વચન અને કાયા. માની લીધું કે એ ત્રણમાં મન એ વધારે બળવાન છે. તો તે સિવાયના બેને તો જેટલાં દબાય તેટલાં દાબવાં. શરૂઆતમાં લાભ ઓછો પણ થાય. પેઢીને પહેલાં જ લાભ થઈ જાય ? હજી તો શરૂઆત છે. થોડી જ મહેનત કરી છે ત્યાં વધારે લાભ થાય ક્યાંથી ? અનાદિ કાળથી ગુલામી ખરીદી લીધી છે. હવે એકદમ છૂટવા માગો તે થાય શી રીતે ? પ્રયત્ન કરો તો તે સમય પણ જરૂ૨ આવશે. જેટલો મેલ ચઢ્યો છે તે કાઢવો તો પડે ને ?
સભા પણ રાત થોડી ને વેષ ઘણા, તેનું શું ?’
માટે જલદી ચેતો એમ જ્ઞાનીઓ કહે છે. હૈયામાં એ વાત જચી હોય તો આ બધું બંધ કરો અને અહીં આવી જાઓ. વર્ષોનો કાટ જલદી કેમ નીકળે ? વાસણ ઉપર કાટ ચડી ગયો હોય તો આંબલીનાં પાણી તૈયાર કરવાં પડે, ઘરની સ્ત્રીથી ન નીકળે તો ઘસવા માટે મજૂર રાખવા પડે, કાથીનાં ગૂંચળાં લઈને ચાર-છ દિવસ ખૂબ ઘસે ત્યારે એ કાટ નીકળે ને વાસણ ઊજળું થાય. અનાદિકાળની વાસના એકદમ જાય શી રીતે ? વસ્તુ સમજાય અને વચન તથા કાયા અંકુશમાં આવે તોયે કામ થાય. માટે તો દ્વિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ રાખ્યું.