________________
૫૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 1075 અહીંની કાર્યવાહી પર પરલોકનો આધાર છે.
આ લોકોની કાર્યવાહી સારી તો પરલોક સારો. આ લોકની કાર્યવાહી ખરાબ તો પરલોક ખરાબ. દુર્ગતિથી બચાવનાર ધર્મ છે એમ માને તેને પરલોક માનવો જ પડે. ઘર-બાર, કુટુંબ-પરિવાર, ઋદ્ધિ-સિદ્ધિ-સંપત્તિ, ધન-ધાન્ય, વકીલ-ડૉક્ટર, ઝવેરી કે કાપડિયો કોઈ દુર્ગતિથી બચાવી શકશે ? હોય તો કહો, આપણે જરા ઊભા રહીએ, આગળ પછી વધીએ. દેવ, ગુરુ અને ધર્મ વિના ચોથી ચીજ દુર્ગતિથી બચાવનારી છે ? ગુરુપદે બેસીને જો કોઈ આડીઅવળી વાત કરે તો એમને આવું પૂછવું જોઈએ. દુર્ગતિમાં પડતા બચાવનાર જે હોય તે આપણને કબૂલ મંજૂર છે. આપણે આને જ પૂજીએ એમ નહિ, પણ બીજા હોય તો બતાવો.
અમે તો અમારા અને તમારા પરલોકની જ ચિંતા કરીએ, આ લોકની ના કરીએ. આ લૌકની ચિંતા કરનારા તો ઘણા પડ્યા છે. જ્યાં સ્વની ચિંતા છે ત્યાં પરની અને જ્યાં પરની ચિંતા છે ત્યાં સ્વની છે. પણ મુદ્દો એ કે પરની હિતચિંતા જોઈએ. જે હિત ન સમજી શકે તે પરોપ્રકાર ન કરી શકે. પરોપકાર થાય ત્યાં સ્વ-ઉપકાર હોય. આત્માને અને આત્માના સ્વરૂપને સાચી રીતે સમજનારો સ્વ-પરનો ઉપકાર કરી શકે.
જે હિત જાણે અને પારકાનું હિત કરે તે પોતાનું ભૂલે ? હિત ન સમજે અને પારકાના ભલાનો દાવો કરે તે ખોટો ઢોંગ છે. આ લોકની ચીજોમાં તો દુનિયા આખી ચકચૂર છે. માબાપ વગેરે તમામ એ તો શીખવાડે. વેપાર રોજગાર, કમાવાનું, ખાવા-પીવાનું તો દુનિયામાં બધા શીખવાડે છે. પરલોકની વાત કોઈ કરતું નથી. એ તો ફક્ત દેવ, ગુરુ અને ધર્મ જ કરે છે. પરલોકમાં સુગતિ-દુર્ગતિ બેય છે. આ લોકની ચીજમાં ખૂબ રાચ્યામાચ્યા, પૈસા પણ મેળવ્યા, પછી શું ? પછી દુર્ગતિમાં જતાં એ બચાવશે ? “ગૃહસ્થને પૈસા પણ જોઈએ-એવો ઉપદેશ આપનારને એ જરા પૂછો કે કમાતા કમાતાં કે રૂપિયા ગણતાં ગણતાં નહિ મરાય, એવું નક્કી છે ? એમ કરતાં કરતાં ખપી ગયા તો બચાવે કોણ ? ડૉક્ટર, વકીલ, સોલિસિટર કે બૅરિસ્ટર બન્યા, અરે ! માનો કે પંચમ જ્યોર્જનું સિંહાસન પણ બચાવી પાડ્યું, પણ પછી શું ? અહીંથી ગબડ્યા તો એ રત્નજડિત સિંહાસન આડું પડશે ? નરકે જતાં બચાવશે ? આવું આવું પૂછો તો આ લોકની પંચાતમાં પડેલા અને આ લોકની વાતો કરનારા સાધુઓ જરૂર ઠેકાણે આવી જાય.
તેમને કહેવું જોઈએ કે “આ લોકની પંચાત કરવી હોય તો સાધુતાના