________________
૫૧૬
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 1086 અપાય કે નહિ, એનો જવાબ તો બરાબર આપવો જોઈએ ને ? પરંતુ ભાવના જુદી છે તેથી ગમે તેવા જવાબ અપાય છે. સાધુ પાસે આવનાર આત્મા પણ ઘરે જઈને પસ્તાવો કરે કે “અરે ! આપણી મમતા છૂટતી નથી.” પણ આવું
ક્યારે બોલે ? ગુરુ તરફથી એવો ઉપદેશ અપાય તો ને ? નિરંતર જિનવાણી સાંભળવાની વિધિ છે. શા માટે ? સંસારમાં રહેવા છતાં ફસાઈ જવાય નહિ માટે ને ? સંસારનો મોહ ઉતારવા શ્રી જિનેશ્વરદેવની વાણી ગારૂડી મંત્ર જેવી છે. સંસારનો મોહ એ જ મોટી પીડા છે. સંસારની અનેક અનુકૂળ સામગ્રી મળી એ તો આત્માનો સંહાર કરે છે. પ્રતિકૂળ સામગ્રીમાં તો હજી ધર્મ કરનાર મળે. ભોગવ્યા પહેલાં જ છોડે એ વધુ સમજુ
કેટલાક એમ બોલે છે કે “વગર પરણેલા બ્રહ્મચર્યનો નિયમ લે તેની કિંમત શી ? હોય અને તજે તો કિંમત !” કેવા અક્કલવાન છે ? એ પૂછે છે કે “ન હોય ત્યાં તર્યું શું?’ એને ખબર નથી કે એ તજનારને હવે મળે તોય એ એની સામું જોવાનો નથી. વસ્તુના સંયોગમાં આવ્યા વિના ત્યાગ કરનારો વધારે પરાક્રમી અને ડાહ્યો છે. કાદવવાળો હાથ થયો તો ધોવો એ ઠીક છે પણ કાદવમાં હાથ જ ન નાખે એ કેવો ? મળેલું તજે તે બહાદુર એમાં ના નહિ પણ સંસારનો રસ ચાખ્યા વિના નીકળે એ અનુપમ છે. શાસ્ત્ર લખ્યું કે બાલ્યવયમાં દીક્ષા લે તેને ધન્ય છે અને પછી એટલે સંસારનો રસ ચાખ્યા પછી નીકળે તેને પણ ધન્ય છે. બે જણા કોઈના મકાનમાં પેસવા ગયા. એક તો દૂરથી રંગ જોઈને બહાર જ ઊભો રહી ગયો. બીજો અંદર પેઠો. બારણામાંથી ડોકિયું કર્યું ત્યાં ભય જણાયો તેથી પાછો ફર્યો અને છજામાંથી કૂદીને ભાગ્યો. ભયમાંથી છટકીને ભાગ્યો એ બહાદુર તો ખરો પણ પેલો બહાર જ ઊભો રહી ગયો એને શું કહે ? કહે કે-તું હોશિયાર કે રંગ જોઈને દાખલ જ ન થયો. પરિસ્થિતિ સમજી ગયો. આમ પહેલાંથી સમજનાર વધારે જ્ઞાની અને પાછળથી સમજનાર ઓછો જ્ઞાની, એમાં શંકા છે ? પેલો છટકનાર બહાદુર અને મહેનતુ ખરો પણ ન ફરનાર વધારે ઉત્તમ છે. વિષયવાસના આત્મા સાથે રૂઢ છે. એ રૂઢ વાસનાને ન ગણકારી પહેલેથી જ ત્યાગ કરે એ ઉત્તમતા ઓછી નથી.
સભાઃ “આ તો વગર ચીજે ત્યાગ કરનાર ઉપર પણ આક્ષેપ અને વસ્તુ હોય - તેનો ત્યાગ કરે ત્યાં પણ આક્ષેપ ! એનું કારણ ?”
કારણ સ્પષ્ટ છે કે એ લોકો વસ્તુના પ્રેમી નથી. વસ્તુનો પ્રેમી હોય તેની ભાવના જ જુદી હોય. આ તો વસ્તુને માનતા જ નથી.