________________
1984
૫૧૪.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ધર્મોપદેશક ભાટ બને ત્યારે !
એક મહાત્મા પોતે રચેલા શ્લોકમાં કહે છે કે-પોતાના સ્વાર્થ માટે લુચ્ચાને પણ શાહુકાર કહે, ઠગને પણ ધર્માત્મા કહે અને કૃપણને પણ દાનવીર કહે એવા ધર્મોપદેશકને ભાટ સિવાય શી ઉપમા અપાય ?
સભા: એ શ્લોકના કર્તાનું નામ ? નામ અત્રે નથી આપ્યું પણ લખે છે કે કોઈ પ્રાચીન સૂરિ કહે છે. સભા: ‘કોઈ કહે છે કે-એ રામવિજયજીએ નવો બનાવ્યો છે.” . .
તો મારી પાસે પાનાં તૈયાર છે. જોવાં હોય તો બતાવું. વળી આ શાસનમાં નવું બનાવવાની છૂટ છે. ફક્ત એ આગમાનુસારી જોઈએ. આગમાનુસારી નવાં સૂતકો રચનારા મહાકવિઓને આ શાસનમાં પ્રભાવક કહ્યા છે. હું હજી એવો કવિ બનવાને ભાગ્યવાન નથી થયો પણ એ શક્તિ આવે તો રાજી જરૂર થાઉં. આ તો પ્રાચીન સૂરિની કૃતિ છે અને માગશે તો પ્રમાણ આપીશ.
સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતર્ગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાળ. કહો, આ દોહરામાં શું આવ્યું ? સંસારની અસારતા, સંયમની સુંદરતા અને ધ્યેયરૂપ મુક્તિની નિશ્ચિતતા આ ત્રણે દોહરામાંથી નીકળે. જૈનશાસનમાં દોહરે દોહરે આ જ વસ્તુ ભરી છે. જેમાં આ ત્રણ ન હોય એ શાસનનું સૂક્ત
નથી.
સભાઃ “છે ખરું, પણ આપ બહુ ભાર મૂકીને બોલો છો.”
ભાર મૂકવા માટે તો ભગવાને અમને આ સ્થાને બેસાડ્યા છે. ચાર પ્રકારના સંઘમાં પાછળના બે તો સંસારમાં બેઠા છે; સાધુ ભાર મૂકનાર હોય તો આ શાસન ટકે. સાધુથી ધર્મ ટકે છે. સાધુ વિના તીર્થ ટકે નહીં.
સભાઃ “ભાટ અને ભાંડમાં ફેર શો ?'
ભાટ થાય એનામાં પછી ભાંડપણું પણ આવે. હવે શ્લોકના રચયિતા કહે છે કે એવા ભાટ બનેલા ધર્મગુરુઓ શ્રાવકોની સ્તુતિ કરીને દાનાર્દિક મેળવે છે. તમે ન હોત તો અમારું શું થાત ? અમારો ગુજારો તો તમારા ઉપર છે ને ? તમે છો તો અમે છીએ અને આ ચંદરવા પૂંઠીયા બધું છે.” આવું કોણ કહે ? ભાટ બનેલા ગુરુઓ આવું કહે એમ આ મહાત્મા ફરમાવે છે. એવા આ રીતે