________________
૪૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1084
ગઈ ? ખાવા-પીવાનું ખૂટી ગયું કે જેથી દૃષ્ટિ ભગવાનની પૂજામાં થતા પૂન વ્યય ઉપર જાય છે ? વેપાર ધંધા ચાલુ છતાં ચોરી કરવાનું મન કોને થાય ? લુચ્ચાઓને જ થાય ને ? વ્યવહાર આમ કહે છે. જેમ વ્યવહારમાં એ લુચ્ચો ગણાય તેમ બધું હયાત છતાં દૃષ્ટિ અહીં દેવદ્રવ્ય ઉપર કે ધર્માનુષ્ઠાનોમાં થતા ધનવ્યય ઉપર જાય એ કેવા કહેવાય ? એ તમે નક્કી કરી શકો છો. મા-બાપની સેવા પણ નિઃસ્વાર્થભાવે :
બાપના આધારે જીવનારાને નીતિશાસ્ત્ર અધમ કહ્યા છે. બાપની લક્ષ્મી ભોગવનારને નીતિકારોએ બહુ હલકી ઉપમા આપી છે. આ વાતને ઊંધી ન લેતાં પણ એમ કહેવામાં નીતિકારનો આશય એ છે કે-એવાઓએ હાડકાંના હરામ ન થવું જોઈએ. પોતાની આજીવિકા માટે પોતે મહેનત કરવી જોઈએ. નીતિકારના કહેવાનો આશય એ છે કે-“પારકી આશાએ ન જીવ પણ હાથે પેદા કર.” જ્યારે નીતિમાં પણ આવી મજા તો શ્રી જિનેશ્વરદેવને ભકિતથી અર્પિત થયેલ દ્રવ્ય ખાવાનું મન થાય ત્યાં હાલત શી ? બાપનું ધન ભોગવવાની નીતિએ મના કરી. સાચા દીકરા તે કે જે વડીલને કહી દે કે-“આપે પેદા કર્યું તે આપના હાથે જ વાપરી દાન-પુણ્ય કરો, અમારી ચિંતા ન કરો. અમને આપે નાનાથી મોટા કર્યા, દૂધ પાઈને પાળ્યા પોષ્યા એ આપનો નાનોસૂનો ઉપકાર નથી. એ ઉપકાર અમારાથી ભુલાય તેમ નથી.”
માતા-પિતાના ઉપકારનો બદલો શો ? એમનું પેદા કરેલું ખાઈ જવાનો ? માતા-પિતાની ભક્તિની બાંગ પોકારનારાઓને મારે કહેવું છે કે જો બાપના સાચા ભક્ત હો તો તેમને કહી દો કે- “તમે હવે ધર્મ સાધો. લક્ષ્મીનો ઠીક લાગે તેમ સવ્યય કરો.' પરંતુ આજે તો ત્યાં ભાગ મંગાય છે. પોતાનું પાસે રાખે ને બાપની મિલકતનો “વડીલોપાર્જિત' કહીને ભાગ માગે. એને પૂછો કે-“તું પોતે શાથી ઉપાર્જિત ?
સભા: ‘કાયદો એવો છે ને ?
કાયદો તો કરનારે કર્યો પણ આપણે ઉત્તમતા કેળવવી હોય તો કોઈ ના પાડે છે ? બેકારી ને ગરીબીનું મૂળ
આજે તો ત્યાં સુધી કહે છે કે “ભગવાનના મુગટના ચડાવામાં પાંચ હજાર થાય તો તેમાંથી એક હજાર શ્રાવકોને આપવામાં વાંધો શો? એવાને હું કહું છું કે ઝોળી લઈને બહાર નીકળો તો ખરા ? કેટલા મળે છે તે ખબર પડશે. આ તો