________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ - 73
૫૦૧
પેલા શેઠે કહેવા છતાં નોકરોએ પૂજા ન કરી. શેઠે પૂજા કરી અને નોકરે દર્શન કરી અનુમોદના કરી. પછી શેઠ નોકરને ગુરુ પાસે લઈ ગયા અને એ આત્માની ઉત્તમતા જણાવી. ગુરુ એમને ધર્મ સમજાવે છે.
1071
એમાંથી એક જણા પાસે પાંચ કોડી હતી. ગુરુ મહારાજ તે વખતે કોઈ શ્રાવકને સમજાવી રહ્યા છે કે-શક્તિ મુજબ ભક્તિ થાય. લાખવાળો લાખ વાપરે અને ઓછાવાળો ઓછા વાપરે.” આ સાંભળી પેલા બેમાંનો એક નોકર પૂછે છે કે પાંચ કોડીથી ધર્મ થાય ? ગુરુ કહે-ઉત્તમ ધર્મ થાય. ત૨ત એ ઘે૨ લેવા ગયો. શેઠ પણ ઘેર ગયા. પેલો બીજો નોકર હજી ગુરુ પાસે બેઠો છે. એવામાં કોઈ શ્રાવકે ત્યાં આવી ગુરુ પાસે ઉપવાસમાં પચ્ચક્ખાણ લીધાં. પેલાએ ગુરુને પૂછ્યું કે, ભગવન્ ! આમણે શું કર્યું ? ગુરુ મહારાજે એ ભદ્રિક આત્માને સમજાવ્યું કે-એમણે આજે ઉપવાસ કર્યો એટલે આજનો દિવસ ખાવાપીવાનું બંધ કર્યું. પેલાએ પૂછ્યું કે એમ કરવાથી શું થાય ? ગુરુ કહે-ધર્મ થાય. એ સાંભળી એણે પણ ગુરુ પાસે ઉપવાસનું પચ્ચક્ખાણ માંગ્યું. પૈસા નહોતા તેથી પારકી સામગ્રીથી ધર્મ ક૨વાની એની મરજી ન હતી પણ આ તો પોતાના હાથની વાત હતી. પેલા નોકરે પાંચ કોડી લાવી તેનાં ફૂલ ખરીદી ભગવાનની પૂજા કરી સાર્થકતા માની. આ ઉપવાસના પચ્ચક્ખાણ લઈ ઘેર ગયો. શેઠે તે દિવસે બેય નોકરોને પોતાની સાથે જમવા બેસાડ્યા. બેયનાં ભાણાં પીરસાઈને આવ્યાં. એવામાં ત્યાં મુનિરાજ ગોચરી પધાર્યા. પેલા ઉપવાસવાળો નોકર ઊભો થયો અને મુનિને વિનંતી કરી કે ‘મહારાજ ! આજે મને જ લાભ આપો કારણ કે મારે આજે જમવું નથી પણ ઉપવાસ કરવો છે અને આ ભાણું મારુંએટલે મારા હકનું છે. મુનિએ પણ તેની ભાવના જોઈ તેને લાભ આપ્યો. મુનિ ગયા પછી શેઠે બીજું ભાણું તેના માટે મંગાવ્યું ત્યારે તેણે કહ્યું કે-મારે ન જોઈએ કારણ કે મેં આજે ઉપવાસ કર્યો છે. શેઠ કહે તો તેં પહેલાં ભાણું કેમ લીધું ? તો કહ્યું કે એ મારા હકનું હતું. મેં એ લીધું તો મહાત્માનો લાભ મને મળ્યો. બેય ભદ્રિક આત્માઓ આરાધના કરવાથી મરીને રાજકુમા૨ થઈ ત્યાં ધર્મ પામી કેવળજ્ઞાન મેળવી મુક્તિએ પહોંચી ગયા. શ્રાવકના ઘરના નોકરોના આવા વિચારો હોય તો શ્રાવકના વિચારો કેવા હોય ?
ભણેલા બેકારો વધે એનાં કરતાં અભણ શ્રદ્ધાળુ પાકે તે સારા ઃ
આત્માને બે ઘડી શાંતિ આપે એવા આ શ્રી જિનેશ્વરદેવના મંદિર અને ઉપાશ્રય જેવાં બીજાં કયાં સ્થાનો છે ? અને આત્માને પેલા અભણ નોકરોમાં પણ જે સંસ્કારો હતા એવા સંસ્કારો કયું શિક્ષણ આપે ? જૈનો શિક્ષણ ઇચ્છે,