________________
1073 - ૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ - 73 - ૫૦૩ થાય. આજે તો શ્રદ્ધાળુ સમાજના પૈસે ભણેલા જ પ્રભુમાર્ગ સામે છડેચોક આક્રમણ કરી રહ્યા છે. ...તો અમારા મોઢે તાળાં મારવાની છૂટ !
સાધુ શિક્ષણના વિરોધી છે એવું ન માનતા. સાધુ તો કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના મુક્તિ નથી. જ્ઞાન વિના મુક્તિ ન માને એ સાધુ જ્ઞાનનો વિરોધ કરે ? એનો નિષેધ કરે ? કદી નહિ; પણ અજ્ઞાન વધારે એવા જ્ઞાનનો તથા મિથ્યાજ્ઞાનનો તો એ ભારપૂર્વક નિષેધ કરવાના જ. ત્યાં મૂંગા કદી ન રહેવાય. અમને ભય બતાવે છે કે “તમે બોલી બોલીને ક્યાં સુધી બોલવાના ?' અમે કહીએ છીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી બોલવાના. જે શાસનના બળે આ દેહ પોષાય છે તેને માટે શરીર, વાણી અને મનનો ઉપયોગ કરવાના જ. તમારા રોટલાથી અમે નથી નભતા પણ આ શાસનના પ્રભાવે જ અમે નભીએ છીએ. જેઓ તમારા રોટલાના આધારે એમનું જીવન માનતા હોય તે ભલે એમ કહે. હું તો કહું છું કે અમે આ શાસનના આધારે જ જીવીએ છીએ, એના પ્રભાવે જ અમને રોટલા મળે છે. અમારું જીવન સ્વતંત્ર નથી, પરતંત્ર છે; પણ જેના પ્રભાવે આ જીવન છે, આ સ્થિતિએ પહોંચ્યા છીએ અને વર્ષોથી નિર્ભયપણે ગામેગામ ફરીએ છીએ, તેના પ્રત્યેની ફરજ તો છેલ્લા શ્વાસ સુધી બજાવવાના. આ શાસનને વફાદાર રહેવા માટે પ્રમાદી જીવોને જગાડવા બૂમરાણ કરવાના જ, જેમ રોણીયા રાત્રે બૂમો મારે છે તેમ. ઊંઘનારો પ્રમાદી મોટો ચમરબંધી હોય તો પણ રોણીયાને બૂમ મારતા અટકાવવાની એને સત્તા નથી. એની સામે એની ફરિયાદ ચાલે જ નહિ. તેમ અમને પણ અટકાવવાની કોઈની તાકાત નથી. પણ હા ! શાસનને વફાદાર રહેવાની ગેરંટી ખરી. જો એ વફાદારીને આઘી મૂકીએ તો અમારા મોઢે તાળાં લગાવવાની તમને છૂટ છે.
સભા: તમને ગામમાં જ ન પેસવા દે તો કોને સંભળાવે ?
ગામની ભાગોળે લોકોને ભેગાં કરીને સંભળાવીશું. ત્યાં પણ ભેળાં કરવાની તાકાત છે. કળાનો જાણનાર વાંસળી વગાડે કે ત્યાં હરણિયાં ભેગા થાય જ.
સભાઃ ગોચરીનું શું ?
એવાને ત્યાં ગોચરી નહિ જઈએ, ફીકર ન કરો. “સાધુઓ અમારા રોટલા પર જીવે છે' એમ માનનારા ને કહેનારા વાણિયાઓ અજ્ઞાન અને મૂર્ખ છે. એમના કરતાં જૈનેતરો કંઈ ગુણી ભક્તિ કરવા તૈયાર છે. સાધુ સાથે ફરો તો ખબર પડે.