________________
10:5
-
- ૩૩: વફાદારી તો શાસનના ચરણે જ - 73
-
૪૯૫
પરમાત્માનું પુણ્ય છે માટે ત્યાં ભક્તિમાં ધનના ઢગલા થાય છે. મંદિરના પૈસા ખાઈને સુખી નહિ થાઓ. મંદિરની એક પાઈ પણ ઘરમાં આવી તો પાયમાલ થઈ જશો, એ લખી રાખો. જૈનોમાં આવા વિચારો ક્યાંથી ઘૂસ્યા ? ઘણા તો ઘીની બોલીના પૈસાનું વ્યાજ ખાય છે એ જાણો છો ને ? બોલીમાં પાંચસો બોલ્યા એટલે એ મિલકત હવે પોતાની નથી, એનું વ્યાજ ખવાય ? દેરાસરનો વહીવટ કરનારા દરેક ખાતાઓની થેલીઓ અલગ રાખે. એ પૈસા પોતાના ઉપયોગમાં લેવાની કે એનું વ્યાજ ખાવાની દાનત ન રાખે. એ પારકી મિલકત કહેવાય. એનું વ્યાજ ખાવાની વૃત્તિ એ તો હરામનું ખાવાની દાનત કહેવાય.
સભા: “વ્યાજ ખાવાનો ઇરાદો ન હોય તો ?' '
માનો કે ઇરાદો ન હોય અને અજ્ઞાનથી એમ થતું હોય; પણ અજ્ઞાનથી પણ ઝેર ખવાય તો ન મરાય ?-ઝેરી ઝાડની છાયામાં અજાણપણે પણ સૂનારને ચક્કર આવે, મૂર્છા આવે અને તાત્કાલિક ઇલાજ કરનાર વૈદ્ય ડૉક્ટર ન મળે તો મરી પણ જાય. જાણ્યા પછી સાવધ થવાની આવશ્યકતા ખરી ને ?
દિવસે દિવસે આવતા દારિત્ર્ય તથા વધતી જતી દીનતાનાં નિદાન આ છે. એ લોકો આમ કરીને નાશના દરવાજા ખોલી રહ્યા છે. આમ કરવામાં આપણા કરતાં એમને જ હાનિ વધારે છે. જો કે તેઓ કરવા ધારે છે એ બનવાનું જ નથી; પણ માનો કે શ્રદ્ધાળુઓની શક્તિ ઘટી અને એ લોકો એમનું ધાર્યું કરી ગયા તો એ સુખપૂર્વક જીવી શકશે ખરા ? હજી તો બોલ્યા કરે છે ત્યાં આ હાલત છે તો કરશે ત્યારે શી હાલત થશે ! ચોરને ચોરી કરવા નીકળે ત્યાં જ મનમાં ધડકારો થવા માંડે. ચોરી ન કરે તોયે મૂંઝવણ થાય છે. ઘેરથી નીકળે ત્યારથી જ આંખો કાગડાની જેમ ચકળવકળ થતી હોય. એની ચાલમાં પણ ચોરી છૂપી વર્તાઈ આવે.
આટલા ભણેલા છતાં બેકાર કેમ ? ભણેલા ભૂખે મરે ? જેને લખતાં બોલતાં આવડે તે પોતાનું પેટ પણ ન ભરી શકે ? એવા ભૂખે કેમ મરે ? પણ એ દાનતના ચોર છે તેથી જ ભૂખે મરે છે. પોતાના સહવાસમાં આવનાર સુખી થાય એવી મનોવૃત્તિ નથી. એ વકીલાત કરતા હોય તો અસીલની પૂરી વાત સાંભળીને પછી યોગ્ય સલાહ આપી ફી લેવાની ભાવનાવાળા નથી. એ તો પહેલી પોતાની ફી લઈને જ અસીલની વાત સાંભળે.
સભા: “વાદી પ્રતિવાદી સેટલમેંટ કરે તોયે મોટું બીલ મોકલી આપે.”
એ બતાવે છે કે એમનાં હૈયાં સાફ નથી. દાનત આવી હશે ત્યાં સુધી દુ:ખ મટવાનાં નથી. ગમે તેટલું મળે તોયે એમનું પૂરું થવાનું નથી. એટલે તો હવે