________________
1068
૪૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અમને તો ત્યાં ભક્તિ છે માટે જઈએ, ભગવાનને મોટા મુગટ પણ પહેરાવીએ અને અમારું સર્વસ્વ ત્યાં સમર્પણ કરીએ; પરંતુ તમને એ બધું ગમતું નથી તો તમારે મંદિરમાં આવવું ન ઘટે. તમે તો આવીને પણ ફોગટ કર્મ જ બાંધવાના છો.
હવે તો વહીવટદારોએ ઉત્સવ પ્રસંગોએ એવો ફતવો બહાર પાડવો પડશે કે-‘આજ રોજ શુભ દિવસ હોવાથી શ્રી સિદ્ધગિરિજી પર -દાદ્દાને મુગટ ચડાવવાનો છે; તો જેઓ એ જોઈને રાજી થાય તેઓએ જરૂ૨ આવવું પણ એ જોઈને જેમનાં હૈયાં બળે તેમણે બહેતર છે કે એ દિવસે આવવાનું મુલતવી રાખવું.' આમ કરવાથી એ બિચારા દુર્ભાવ કરતાં બચી જશે. નહિ તો તેઓ એ જોઈને એમ જ બોલવાના કે-‘અમને પૂરા પચાસ પણ નથી મળતાં અને અહીં આ ?’
પૂર્વના પાપના ઉદયે આ દશા છે અને આ ભવમાં આવી કાર્યવાહીથી ભવિષ્ય ખરાબ નક્કી છે. એમના પર દયા રાખો પણ ગુસ્સો ન કરો; પાપોદયે એમની મતિ બગડી છે, માટે એમના ઉપર કરુણા રાખો. એમણે પૂર્વે ધર્મ કર્યો નથી, વર્તમાનમાં કરી શકતા નથી અને એથી ભવિષ્યમાં કરી શકવાના નથી માટે એવા આત્માની દયા ખાઓ. જેવો પોતે ધર્મ કરતા નથી અને કરનારાને ક૨વા દેતા નથી, એમનું ભવિષ્યમાં થશે શું ?
એના ત્રણેય સુધર્યા, આપણા ત્રણેય બગડ્યા -
અત્યંકર શેઠ એક ધનાઢ્ય અને ધર્મ શ્રાવક હતા. અઢળક લક્ષ્મીના માલિક હતા. મુનીમ વગેરે નોકરો ઘણા હતા પણ બે નોકર બહુ સામાન્ય હતા. એક ઢોર ચારનારો હતો અને બીજો વાસીદું વાળનારો હતો. બેય આખો દિવસ કામમાં ૨હે. નવરા ભાગ્યે જ પડે. એક દિવસ દૈવયોગે બંનેને જરા નવરાશ મળી અને ભેગા થઈ ગયા, ત્યારે પરસ્પર વાતો કરવા લાગ્યા કે-“આપણે કેવા કમનશીબ કે આ કામકાજમાંથી નવરા જ પડતા નથી. આજે વળી આ આટલી વાત ક૨વા ભેગા થઈ ગયા. આપણા શેઠ કેવા પુણ્યશાળી છે કે જે ગાદીકિયે બેસે છે, ઘરે લક્ષ્મીનો પાર નથી અને નોકરચાકર સેવામાં એટલા છે કે પાણી માગતાં દૂધ હાજ૨ કરે છે. એમણે તો ખરેખર ગયા ભવમાં બહુ પુણ્ય કર્યું છે એટલે આ ભવમાં આટલી ઋદ્ધિસિદ્ધિ મળી છે અને આ ભવમાં પણ એટલું દાન પુણ્ય કરે છે કે આવતા ભવમાં આથી સવાયું પામશે. એમનો તો ગયો ભવ સુધર્યો, આ ભવ સુધરી ગયો અને આવતો ભવ સુધ૨વાનો; જ્યારે આપણો તો ગયો ભવ નકામો ગયો, આ ભવ પણ એળે જાય છે અને આવતો ભવ પણ