________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ – 73
એ બને પણ વપરાય તો મંદિરમાં જ, બીજે નહિ. વ્યવહારમાં પણ દીકરીનું ધન પડ્યું રહે તે હા, પણ બાપથી એ ખવાય નહિ. લોકમર્યાદા મૂકી હોય એવા શરમ વિનાના હોય એની વાત જુદી. શાહુકારો લૂંટવાનું ધ્યેય કરે ત્યાં ઉપાય નથી. ધર્મનીતિ જે રીતે જળવાવી જોઈએ તે રીતે જળવાય તો જ એ વહિવટને યોગ્ય ગણાય.
1067
622
એવા આત્માઓની,દયા ખાઓ !
શ્રી સંઘમાં દરિદ્રી અને શ્રીમાન બેય હોય. દરિદ્રી પણ સંતોષી જ હોય, પણ ક્યારે ? સમ્યક્ત્વ દૃઢ હોય તો ને ? આજના દરદ્રીઓની વાત જુદી છે. કોઈ સંઘ કાઢે કે ઓચ્છવ કરે તો એ તરત કહેશે કે-આમ પૈસાનાં પાણી કરે છે પણ અમારું કાંઈ કરતા નથી.’ આવું બોલનારા શ્રાવક કહેવાય ? એ સંઘમાં રહે ? આપણે તો એ કચરો દૂર કરવો છે. ગમે તેવો શ્રાવક દરિદ્રીમાં દરિદ્રી હોય પણ એને પ્રભુની ભક્તિથી આનંદ જ થાય. જિનમૂર્તિની શોભા જોઈને એનું હૈયું ઉલ્લસિત થાય. આજે તો કેટલાક નામદારો ! એ ઉલ્લાસના દરવાજા જ બંધ કરવા માગે છે. ભગવાનને મોટો મુગટ ચડે તો એ કમનશીબોને થાય છે કે-‘અમારા માથે કાળી ટોપીનાં પણ ઠેકાણાં નથી અને ભગવાનને આવો મુગટ ?’ શ્રી સિદ્ધગિરિજીનો ચાર લાખનો મુગટ જુએ ને એમને કાંઈનું કાંઈ થઈ જાય છે.
સભા ‘એમાં એ વ્યાજખાધ ગણે છે ! એ કહે છે કે એનું વ્યાજ.’
જરૂરિયાતવાળાને વહેંચી આપો તો સમાજનો ઉદ્ધાર થાય. એ સમાજના ઉદ્ધારકોથી તો· સાવચેત રહેવા જેવું છે. એક મહર્ષિએ પૂજામાં લખ્યું છે કે પ્રભુની અંગરચના એ અંગરચના નથી પણ અંગરચનાના બહાને શ્રી મોક્ષપુરીમાં પત્ર પાઠવાય છે કે-‘ઝટ બોલાવો !' એ હીરા-માણેક-પન્ના નથી પણ એક પ્રકારનો પત્ર છે. જેવું સ્થાન તેવો પત્ર હોય ને ? ચાલુ કાગળ કાળી શાહીથી લખો પણ કંકોત્રીમાં તો લાલ શાહી હોય ને ? તો પછી આ તો સિદ્ધિપુરીમાં પત્ર લખવાનો છે. તેમાં તો બધું અનુપમ જ જોઈએ. આવી ભાવનાવાળો શ્રાવક ભગવાનની આંગી જોઈને-આ બધી ધાંધલ શા માટે ?’ એમ બોલીને બળતરા કરે ?
શાસ્ત્ર કહે છે કે ધર્મી આત્માને જેટલાં તરવાનાં સાધન તેટલાં જ પાપી આત્માઓ માટે ડૂબવાનાં સાધન ઃ જેનાથી સમ્યગ્દષ્ટિ આત્માઓ કર્મની નિર્જરા કરે તેનાથી જ આવા આત્માઓ કર્મનાં બંધન કરે. એવાને તો કહેવું પડે કે તમારે માટે તો મંદિરમાં આવવું નકામું છે કારણ કે તમને એ ગમતું જ નથી.