________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
બચાવ કરવાથી મુક્તિ મળી જતી હોત તો બધા એમ જ કરત.
પાપનો બચાવ ન હોય. એનો ખુલ્લેખુલ્લા એકરાર કરવો એ જ બચાવ. લોક નિંદા કરે તો સહી લેવી અને પાપની સજા ભોગવવા તૈયાર રહેવું એ જ બચાવ. ગુનો કરનારે સજા માટે તૈયાર રહેવું જ જોઈએ. ગુનો ક૨વો અને પછી એને છુપાવવો, એ છુપાવવા સો જુઠ્ઠાં બોલવાં, અનેકને જુઠ્ઠાં બોલતા બનાવવા, એ બધું તો સોનાની થાળીમાં લોઢાની મેખ મારવા જેવું છે. સમ્યગ્દષ્ટિ એવું કદી ન કરે.
૪૪૮
1018
બધી વસ્તુના અનુભવ ન કરાય ઃ
સંસાર તો છોડી શકું પણ એક વખત અનુભવ કરવો છે.' આવું સમ્યગ્દષ્ટિ બોલે ? એવું કહે એ સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ ? કહે છે કે નાનાં બચ્ચાંને અનુભવ વિના સાધુ ન કરાય. એને સંસારનો અનુભવ શો ? હું કહું છું કે - ખાડામાં પાડવાનો અનુભવ કરાય ? નદીમાં પડવાથી ડૂબી જવાય એ અનુભવથી માન્યું કે સાંભળીને ? લપસણી જગ્યામાં પગ મુકાય ? રસ્તો ન હોય ને મૂકવો પડે તો જાળવીને મૂકે પણ એમ ને-એમ આખો પગ ન મૂકે. આ તો કહે છે કે ‘લપસી જવાય એની ખાતરી શી ? માટે પગ મૂકી તપાસી જોઉં.’ સમ્યગ્દષ્ટિ પોતાને સંસારમાં ફસાયેલો માને.
જ્ઞાન શા માટે ?
શરૂઆતના શ્લોક તમને ગમ્યા ? મને તો એ બહુ ગમે છે. મને ગમે તે તમને ગમે તો આપણે મેળ મળે. મને ગમે તે તમારી યોગ્યતા હોય તો તમને પણ ગમે એ ગેરંટી ખરી પણ તમને ગમે તે મને ગમે એ ગેરંટી નથી. ‘પોતાનું અમને ગમાડે છે, અમારું પોતે કેમ નથી ગમાડતા ?’ એવું ન કહેતા. આ વિચારણામાં જેમ જેમ ઊંડા ઊતરાય તેમ તેમ વસ્તુ સ્પષ્ટ થતી જાય. જે વસ્તુ જે સ્વરૂપે છે તેને તે સ્વરૂપે તે પ્રમાણમાં ઓળખવી જોઈએ. ખાલી આડંબર કરવાથી ન ચાલે. એવા આડંબર કરનારને કદી જ્ઞાની ન કહેવાય.
સેંકડો પુસ્તક ભણ્યો હોય, કમ્મપયડીની ઝીણી ગૂંચો કાઢી શકતો હોય, કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓની વાતો કરતો હોય પણ સંસા૨ એને ખારો ન લાગતાં સારો લાગતો હોય તો એ સમજ્યો શું ? એને તો મજૂર કહેવાય પણ જ્ઞાની ન કહેવાય. સમ્યગ્દર્શન કેમ થાય ? એ માટેનાં યથાપ્રવૃત્તિકરણ આદિ સઘળાં કરણો જાણે એને સંસાર સારો લાગે ? આજે તો એ જ્ઞાન પણ પૈસા માટે ભણનારા છે. ‘ભણીશું તો પાઠશાળામાં પચીસ-પચાસનો મહિનો મળશે અને માસ્તર બનાશે’ - આવું વિચારનારને શાસ્ત્ર મહામૂર્ખ કહે છે. શ્રી જિનેશ્વર