________________
1055
- ૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 = ૪૮૫ છે, એમાં આટલી દોડાદોડ શી ?” તો તરત કહેશે કે-“બેસ, બેસ, તું શું સમજે ? એમ કહીને તરત પહોંચે. એ જ માણસ મંદિર-ઉપાશ્રયની આપત્તિ વખતે શાંતિની વાતો કરે, સમતા વિના મુક્તિ નથી એમ બોલે, એ સમજદારી છે ? પોતાના ચોપડા ખોટા કહેનારને કોર્ટે ખેંચી જાય અને આગમોને ખોટાં કહે ત્યાં સમતાના જાપ જપાય, એ કઈ હાલત છે ? એવાઓના તો સહવાસમાં પણ ન રહેવાય. એવાની પ્રશંસા કરવી એ પણ પાપ છે.
ધર્મના નાશ વખતે જેનામાં ઉગ્રતા ન આવે તેને માટે શાસ્ત્ર કહે છે કે-એ ધર્મ પામ્યો જ નથી. મુક્તિ માટે રત્નત્રયી પાળવાની છે. જે રત્નત્રયીના યોગે મુક્તિ મળવાની છે, જેના યોગે આટલે સુધી અમે પહોંચ્યા, એ રત્નત્રયીને ઉઠાવી જતું હોય તોયે જોયા કરીએ ? કાંઈ બોલીએ નહિ ? અમારા ગુરુને કોઈ ડાંગ લઈને મારવા આવે તોયે કાંઈ કરીએ નહિ ? એ ચાલે ? તે વખતે તો રક્ષા માટે જે આવડે તે બધું કરીએ. જો જોયા કરીએ તો મહાવ્રત જાય.
આચાર્ય પાસે શક્તિસંપન્ન સાધુ જોઈએ એમ શાસ્ત્ર શા માટે કહ્યું ? રોટલા ખાવા માટે ? ના. અવસરે રક્ષા કરવા માટે. આચાર્ય પાસે વાદી પણ હોય. કેમ ? એમની સામે વાદ કરવા આવનારા ઘણા હોય. આચાર્ય પાસે એવા વાદી હોય કે એ બારણે બેઠા જ હોય. આવનાર વાદીને એ જ પહેલાં ઊભો રાખે અને કહે કે પહેલાં મને તો જીત ! પછી આગળ વધજે. જરા આડો ચાલે તો ત્યાંથી બહાર રવાના કરી દે. આચાર્ય તો શાસનના સમ્રાટ ગણાય છે. ભગવાનની સભામાં પણ સંખ્યાબંધ વાદીઓ આવતા. એ એવા હતા કે દેવોની સભામાં પણ અજેય ગણાતા. એવા પણ વાદીઓ આચાર્યની પરિષદમાં પણ આવે ત્યારે. આચાર્ય કાંઈ મૌન રહે ? આચાર્યો દેશના દેતા ત્યારે પણ શક્તિવંત સાધુઓ પડખે રહેતા. તાકાત નહિ કોઈની કે આચાર્ય સામે ગમે તેમ વર્તે-આજે તો દર્શનવાદીઓ ક્યાં છે ? તે વખતે પ્રખર દર્શનવાદીઓ આવતા અને દેશનામાં પણ કુદર્શનોનું ખંડન બરાબર થાય-સામો ગમે તેટલો ગુસ્સે ભરાય તો પણ સત્યના પ્રતિપાદનમાં જરાય કચાશ ન રાખતા. રક્ષા માટે ઝઘડો પણ જરૂરી:
તેઓ “દંત મન્ગવ'ની ગાથા બતાવે છે. હું પૂછું છે કે એ ગાથા એ લોકો જ ભણ્યા છે કે સાધુ પણ ભણ્યા છે !
સભા: ‘કષાયો સર્વથા ક્યારે જાય ?' દશમા ગુણઠાણે.