________________
૪૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 1958 સભાઃ “એક વર્ગ એવો છે જે સ્વર્ગવાસ પામેલાને માને છે, જીવતાને નહિ.”
એટલે કોઈને અભુઢિયો ન ખાવો પડે એમ ને ? મુખ્ય ગીતાર્થ વંદ્ય તો એની આજ્ઞામાં વર્તતા સાથે રહેનારા વંદ્ય છે જ. નિશ્રામાં રહેનાર આઠ વર્ષનો પણ મહામુનિ અને કાંઈ ન આવડે અર્થાત્ બહુ ઓછું ભણેલો છતાં કહે તેમ કરનારો પણ મહામુનિ છે, જે એમ કહે કે ગીતાર્થને જ વાંદુ, બીજાને નહિ તે વસ્તુત: ગીતાર્થને માનતો જ નથી. શાસ્ત્રમાં બે પ્રકારના વિહાર કહ્યા છે.
पढमो गीयत्थविहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ ।। એક ગીતાર્થનો વિહાર અને બીજો એની નિશ્રાનો વિહાર. જો આગેવાન ગીતાર્થ ન હોય તો એની સાથેના પણ નકામા છે.
એક સાધુનો સમુદાય હતો. તેમાં એક સાધુને એવી ટેવ પડી.કે રોજ દોષ કરે ને રોજ આલોચના લે. રોજ એના એ જ દોષ કરે અને આલોચના પણ લીધા કરે. નાયક પણ એવા મૂખ હતા કે એને રોજ એકને એક દોષની આલોચના આપે અને ઉપરથી રોજ પ્રશંસા કરે. કહે કે-“જુઓ ! દોષ કરવા સહેલા પણ આલોચના લેવી કઠિન.કેવો ભાગ્યશાળી છે આ ? રોજ આલોચના લે છે.' પેલો પણ સમજ્યો કે આ ઠીક છે. દોષ કરાય છે, આલોચના થઈ જાય છે ને નામના પણ વધે છે. આ કીમિયો ખોટો નથી.
થોડા સમય પછી કોઈ બીજા સાધુનો સમુદાય આવ્યો. એના નાયકે આ જોઈને પેલા સમુદાયના બાકીના શિષ્યોને કહ્યું કે તમારા ગુરુ અગીતાર્થ છે. જો આમ ને આમ ચાલશે તો બધા સાધુઓ માનશે કે દોષ કરવામાં હરકત નથી, પણ આલોચના લેવી કઠિન છે માટે તે લેવી. તો પરિણામ શું આવશે ? માટે તમારા ગુરુને સમજાવો અગર એની નિશ્રા મૂકી દો.”
શાસ્ત્ર કહે છે કે-અગીતાર્થની નિશ્રા છોડીને ગીતાર્થની નિશ્રામાં જવું જોઈએ. એ રીતે ગીતાર્થની નિશ્રામાં રહેનારો આખો સમુદાય વંદનિક છે. એવા સમુદાયના પણ નાયકને વાંદીને બીજા નિશ્રામાં રહેનારને ન માને તે મિથ્યાત્વી છે. અને આટલું છતાં “હું ગીતાર્થને વાંદું છું –કહેનાર કેટલો અજ્ઞાન ગણાય ? એ સમજો !
મેરૂની પીઠ, થઈ ગઈ, હવે આવી મેખલાની વાત. જમીન એ પીઠ, એની ઉપર પાટલા હોય. પાટલાની ઉપર એનાથી ઓછો પહોળો પાટલો હોય ત્યારે એ બે પાટલા વચ્ચે ખુલ્લી પડતી પહોળાઈ એ મેખલા કહેવાય.