________________
૪૫૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-- 1025 બીજી પત્ની લાવે પછી સગો દીકરો પણ શકિત થાય. કેમકે એ જુએ છે કે હવે બાપાજી બદલાયા. નવી માના થયા. એમ સંઘ પણ વિરતિનો પૂજારી મટી અગિરિતનો પૂજારી અને પછી ત્યાં સંઘત્વ રહે ? વિરતિની સહાયમાં રહેવાને બદલે અવિરતિનો પક્ષ કરે એ કેવા કહેવાય ? એ બીજીને પરણ્યા કહેવાય ને ?
સંઘ થવું હોય તો વિરતિના પ્રેમી બનવું જોઈએ. અવિરતિના બચાવમાં ન ઊભા રહેવાય. આ તો કહે છે કે “જુવાનીઆ શું કહે છે તે સાંભળો!” ઉન્મત્ત બનેલા જુવાનીઆઓનો એ બચાવ કરે છે. કહે છે કે-જુવાનીઆઓનો વેગ . પારખો, નહિ તો અથડાઈ પડશો.” અમે કહીએ છીએ કે “અથડાય છે કે જે એની હડફેટમાં આવે. સાંઢીઆ દોડે તો એની પાછળ કોણ દોડે ? ઉત્તમ જાનવર તો બાજુ પર રહે. એ એની પાછળ ન દોડે. જુવાનીઆઓનો વેગ પારખવામાં વાંધો નથી પણ એ માનવીની મર્યાદામાં રહેતો ને ? મનુષ્યપણું ગુમાવે તો ?
સંઘ વિરતિનો પક્ષકાર કે અવિરતિનો ? અવિરતિની વાતમાં પણ સંઘ ઊભો ન રહે. કોઈ દીક્ષા લેવા આવે તો સંઘ સંહાયક થઈ તેને દીક્ષા અપાવે. પાછળથી કોઈ આવીને કહે કે-સાધુ પાસેથી પાછો અપાવો તો સંઘ કહે કે અમારો એ કાયદો નથી કે પાછો અપાવી શકીએ.' પેલા કહે કે “કોર્ટમાં સાથે ચાલો” તો સંઘ કહે કે-“એ અમારું કામ નથી.'
દીક્ષા લેનારના કુટુંબીઓ રોતા આવે તો સંઘ શું કરે ? સંઘ એમને પગે લાગે, સન્માન કરે અને વિયનથી કહે કે-“તમે મહાપુણ્યવાન કે તમારા ઘમાંથી હીરો નીકળ્યો. અમે કમનશીબ કે અમારા ઘરમાંથી કોઈ નીકળતું નથી.” સંઘ બનીને સંઘની રીતે વાત કરનારાને તો સમજાવીને કે કાનપટ્ટી પકડીને પણ બેસાડી શકાય તેમ છે. સંઘને માનવાનો ઇન્કાર નથી પણ સંઘત્વ જોઈએ. સંઘ હોય ત્યાં દીક્ષા છૂપી ન આપવી પડે ? , સોમચંદ્ર (હેમચંદ્ર)ને લેવા એમના બાપ મંત્રી ઉદયનને ઘેર આવ્યા. ત્યારે મંત્રીશ્વરે એમની ભક્તિ કરવામાં ઓછપ નથી રાખી. પછી પણ શું શું કર્યું તે તમે જાણો છો. એ સંઘ કહેવાય. સંયમ લેવા જાય તેની આડે સંઘ ન આવે. એ તો સહાય જ કરે. અને જ્યાં એવો સહાયક સંઘ હોય ત્યાં કોણ એવા મૂર્ખ હોય કે રજા વિના દીક્ષા આપે અને લે ? હજારો રૂપિયા બજાર વચ્ચેથી લાવવામાં ભય હોય ? શાહુકારોના લત્તામાંથી ગમે તેટલા રૂપિયા લાવવામાં બીક શી ? પણ ચોરના લત્તામાંથી કે અટવીમાંથી લાવવા હોય તો છુપાવીને જ લાવવા પડે અને મૂઠી વાળીને ભાગવું જ પડે.