________________
1os૩ - ૩૧: જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 71 – ૪૯૩
પહેલા પદમાં લોકની માન્યતા જણાવી. એ પદનો અર્થ કરવામાં કેટલાય ભૂલે છે અથવા તેમાંથી ફાવતો અર્થ કાઢે છે. પછી બીજા પદને તો એ અડતા જ નથી. પહેલા પદને પકડીને કહી દે છે કે- “આનંદઘનજી પણ કહે છે કે-લખ પૂરે મન આશ'-મનની લાખો આશા પૂરે છે; તો પછી એમની પાસે પાંચ-પચીસ આશાઓ પૂરી કરવાનું માનવામાં હરકત શી ?”
સભાઃ “પણ ત્યાં “કોઈ કહે” એમ સ્પષ્ટ કર્યું છે ને ?”
સ્પષ્ટ તો જે જુએ તેને ને ? એ તો કોઈ કહે” એમ લખ્યું છે પરંતુ ન પણ લખ્યું હોય તોયે સમ્યગ્દષ્ટિ તો “લખ પૂરે મન આશ” એવા આશયથી વિચાર જ ન કરે. આ તો કહે છે કે- “લાખો આશા પૂરે તેની પાસે પાંચ-પચાસ વસ્તુઓ માગવામાં હરકત શી ?' હવે પચાસ માગણી કરે એમાં પાંચ ફળે અને બાકીની ન ફળે એટલે વરાળ કાઢે કે-ચમત્કાર છે જ ક્યાં ? કેટલાક તો એમ પણ કહે છે કે મંદિરમાં આટલી મૂર્તિઓ અને ઉપાશ્રયમાં આટલા સાધુઓ છતાં આટલી બેકારી કેમ ?” હવે સાધુઓને અને એમની બેકારીને મેળ શો ? મંદિરના દેવ અને એમની બેકારીને શો સંબંધ ? સાધુઓ એમની બેકારી ટાળવા કે એમની નોકરી કરવા નીકળ્યા છે ? આવી અધૂરી વાતો પકડે તો સમ્યકત્વ જાય અને મિથ્યાત્વ લાગે.
આનંદઘનજી મહારાજાની માન્યતા તો બીજા પદમાં છેદોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.”
- દોષરહિત આત્મામાં લીલા હોવી ઘટે નહિ કેમકે લીલા એ તો દોષનું સ્થાન છે. એમની માન્યતા કહો કે એમના કહેવાનું તાત્પર્ય કહો-તે આ છે. શું બધાને ભિખારી બનાવવા છે?
લીલાની માગણીમાં પડેલાને મંદિરમાં મજા આવે ? જ્યાં વૈરાગ્યનાં ઝરણાં વહેતાં હોય ત્યાં એનો રસ ઊડી જાય. એ તો કહે કે-“શું છે તે આ છોડાવવાની વાતો લાવો છો ? અમારી પાસે શું દેખી ગયા છો ? અમને આપ્યું હોત અને પછી છોડવાનું કહેતા હોત તોયે ધૂળ નાખી. દાન ઘો, એમ કહ્યા કરો છો પણ અમારી પાસે છે શું ? દાતાર બનાવવા હોય તો કોઈ સુવર્ણસિદ્ધિ કે ચિત્રાવેલી આપો. તિજોરી તર થાય તો હમણાં દાન આપવા માંડીએ. પહેલાંના રાજા મહારાજાઓએ ભલે ત્યાગ કર્યો પણ બધું ભોગવીને ને ? ત્યાગ કર્યા પહેલાં ઓછું ભોગવ્યું છે ? અમને તો મહામુશીબતે આ થોડું ઘણું મળ્યું છે એય રોજ છોડાવવાની જ મથામણ કરો તે કેમ પાલવે ?' આવી ભાવનાવાળાઓને મંદિર