________________
૪૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
| 1040 આમ શરીર સુકાય તેનો જરાયે વાંધો નથી પણ મુદ્દો એ છે કે મન-વચનકાયાના યોગોથી એવી ક્રિયા ન કરાય કે જેથી મુક્તિની સાધનામાં વાંધો આવે. અપવાદ ઉત્સર્ગની રક્ષા માટે છે: | ગીતાર્થો ઉત્સર્ગ તથા અપવાદ બેય જાણે પણ પોતે પોતાની જાતે અપવાદ સેવે ? શાસ્ત્ર કહ્યું કે અપવાદ જાણીને પોતે જાતે જ અપવાદ સેવે તો મોટા ભાગે પતિત થાય. જેવા જેવા આત્મા જુએ તેને ટકાવવા એ અપવાદનો ઉપયોગ કરે. બધી બારીઓ એમના હાથમાં છે માટે એ ગીતાર્થ પોતે પોતાના માટે જરૂર સિવાય એનો ઉપયોગ ન કરે. પરંતુ અપવાદ જાણતા હોઈ બીજાને ટકાવવા માટે જરૂર એનો ઉપયોગ કરે. બધી જાતના પરિણામની ધારા તપાસીને આગળ ચાલે તે સાધના સાધી શકે. અપવાદ એ ઉત્સર્ગની રક્ષા માટે છે. . . ઔચિત્ય વિના ધર્મ નહિ?
ગૃહસ્થ ઊઠીને એમ કહે કે-મારે સંસાર છોડવો નથી, ઘરમાં રહેવું છે, વેપારધંધો કરવો નથી. મુનિની જેમ ભિક્ષા લાવીને ખાઈશ, તો એ ચાલે ? શાસ્ત્ર કહે છે કે એથી તો ધર્મ હણાય. એવા ને હું મારી સાથે ભિક્ષા માટે ફેરવું તો ? લોક કેટલા દિવસ ખવડાવે ? ચાર દહાડા ખવડાવે પણ પછી ? પછી એની ગાડી આગળ ન ચાલે. ભિક્ષા ધર્મ કોના માટે ? જેમ હું પાત્રો લઈને ભિક્ષાએ ફરું છું, તેમ એનાથી થાળી લઈને ભિક્ષાએ ફરાય ? ન ફરાય. ત્યાં જ્ઞાની એને ઔચિત્ય જોવાનું કહે, પણ પછી જ્ઞાની એથી આગળ ન વધે. કોઈને ઘેર જઈ “ધર્મલાભ” કહેવાનું કામ મુનિનું છે પણ ગૃહસ્થનું નહિ. શ્રાવકો થાળી લઈને ભીખ માગવા નીકળે તો ધર્મનું અપમાન થાય. દુનિયા કહે કે આ જૈનોને નભાવવા કેવી રીતે ?
ધર્મ કે જે ઔચિત્યનો ત્યાગ કરે. ઔચિત્યનો એ જાણ હોય. જે ઔચિત્યને ન સમજે તે ધર્મને લાયક નથી. જે મન-વચન-કાયાના યોગો સંસારમાં રૂલાવનારા છે તેના દ્વારા જ મુક્તિ મેળવવાની છે. પુણ્ય ત્યાજ્ય કહ્યું છતાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય કહ્યું. મુક્તિ મળે પહેલાં સંઘયણથી. મોક્ષસાધક પહેલું સંઘયણ પુણ્યાનુબંધી પુણ્ય વિના મળે ? મુક્તિએ જવા માટે ઉત્કટ મનોબળ, ઉત્કટ વામ્બળ, ઉત્કટ કાયબળ, પ્રથમ સંવનન વગેરે મેળવવું જોઈએ. એના વિના મુક્તિ ન થાય.
શ્રી જિનેશ્વરદેવના શાસનની ક્રિયાઓ છે નિર્જરા માટે પણ પુણ્યબંધ ન થાય એમ નથી. નિર્જરા ન થાય ત્યાં પુણ્યબંધ તો બેઠો જ છે. મુનિને એકાંત નિર્જરા માટે જ ક્રિયા છે પણ નિર્જરા થાય ત્યાં પણ પુણ્યબંધ તો છે જ. ગૃહસ્થ