________________
141
- ૩૧જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 11 - ૪૭૧ માટે પણ નિર્જરાનો ઇન્કાર નથી. છતાં એમાં ભેદ તો છે જ. ગમે તેટલી ઊંચી ભાવના હોય તો પણ સમ્યગ્દષ્ટિને સર્વવિરતિ કહ્યો ? એ વેપાર ન કરે કે કાચા પાણીને ન અડે એમ કહ્યું ? કેમકે એ એનાથી બનવું શક્ય નથી. સમ્યગ્દષ્ટિની ભાવના કેવી હોય ? દુનિયાની કાર્યવાહી એને દુ:ખરૂપ લાગે અને મુક્તિની કઠિન ક્રિયા પણ એને સુખરૂપ લાગે.
સભાઃ “સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાના દુ:ખને ઇચ્છે ?'
હા ! કર્મનિર્જરામાં સહાયક એવા દુ:ખને એ જરૂર ઇચ્છે. ન ઇચ્છે તો ઉપવાસ કરે ? ઉપવાસ પણ કાયાને તો દુઃખરૂપ જ છે ને ?
સમ્યગ્દષ્ટિની ભાવનાની વાત ચાલે છે. એની ભાવના ઊંચી હોય તેમ છતાં સમ્યગ્દષ્ટિ અને સર્વ વિરતિમાં મોટો તફાવત છે. ઊંચામાં ઊંચી કોટિના શ્રાવક કરતાં નીચામાં નીચી કોટિંનો મુનિ અનંતગુણ વિશુદ્ધ છે. ક્ષાયિક સમકિતી અને દેશવિરતિ પણ મુનિના ચરણોમાં માથું મૂકે. અવધિજ્ઞાની ઇંદ્રો, ક્ષાયિક સમકિતી શ્રેણિક મહારાજા જેવા રાજાઓ અને પ્રતિમા પાલનથી પવિત્ર બનેલા બાર વ્રતધારી આનંદ, કામદેવ જેવા શ્રાવકો પણ એક દિવસના મુનિના ચરણોમાં નમે છે. પાણીમાં નાવડી તરતી મૂકનાર અતિમુક્તક મુનિના ચરણોમાં પણ એ બધા મસ્તક નમાવે. કેમકે ત્યાં અનંતગુણ વિશુદ્ધિ છે. શ્રાવક ગમે તેવો હોય, દર પર્વે પૌષધ કરે પણ મૂડીનું વ્યાજ ખાય કે નહિ ? જ્યારે સાધુની વાત જુદી. એને તો જરા બીજનો કણીયો ચંપાય તો અતિચાર લાગે, જરા પાણીનો છાંટો અડે તો આલોયણ અને તમને એવું નહિ એનું કારણ ? તમને પાપ ન લાગે માટે ? ના એવું નથી. પાપ તો લાગે પણ મર્યાદા જુદી છે. તમારે માટે એ બધી બંધી ફરમાવવામાં આવે તો કેટલા ટકે ?
આ રીતે સ્થિર આશયવાળાનું સમ્યક્ત રૂઢ થાય. વ્રતધારી ન પણ હોય છતાં સમ્યગ્દષ્ટિ કહેવાય, કારણ કે વ્રતધારી બનવાની ભાવના તો એની હોય જ.
દાન, શીલ, તપ અને ભાવ સાધીને અનંતા આત્મા મુક્તિએ ગયા એ વાત ખરી પણ ક્યારે ? કોઈ પણ એકની સાધના કરતાં બાકીના ત્રણ પ્રત્યે પ્રેમવાળા અને આદરવાળા હોય તો જ. ભાવ શુદ્ધ છે તો મંદિરમાં ગયા તોયે શું અને ન ગયા તોયે શું ? સાધુ પાસે ગયા તોયે શું અને ન ગયા તોયે શું ? આવું શુદ્ધ ભાવનાવાળા કદી ન બોલે. સારો શ્રાવક તો અઢી ગાઉ દૂર સાધુ હોય ત્યાં સુધી અલગ પડિક્કમણું ન કરે.