________________
૪૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
છે. એ મેળ કઈ રીતે મળે ? ‘મા રુષ મા તુ' શબ્દ ગોખવા જેટલી પણ મુનિમાં શક્તિ ન હતી. પણ ન આવડે ત્યાં સુધી આયંબિલ કર્યાં. છોકરાં મશ્કરી કરતાં તો એમને ઉપકારી માન્યા. મશ્કરીમાં પણ સાચા શબ્દો છોકરાં બોલતા તો મુનિ કહેતા કે-મારા ઉપકારી છે કે મને સાચા શબ્દો યાદ કરાવે છે. કેવો ઊંચો ગુણ ? દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયો છે, અને એ આત્મા નિર્મલ થયો છે; એથી એ મશ્કરી કે ઠપકાને ગણે નહિ; પણ મશ્કરી કરનાર કે ઠપકો દેનારને પોતાના ઉપકારી માને. જ્ઞાન તો ઘણુંયે હોય 'પણ વાત વાતમાં પિત્તો ખસે તો ? સહનશીલતા અને સમતાભાવ હશે તો જ્ઞાન પણ આવશે પરંતુ એ નહિ હોય તો હશે તે પણ જ્ઞાન જશે.
1048
શાસ્ત્રકારે વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. લઘુતા વિના વૈયાવચ્ચ ન થાય. હાથ જોડવા પડે, માથું ઝુકાવવું પડે, એ લઘુતા આવ્યા વિના થાય ? વિનય એ ધર્મનું મૂળ છે. એવા વિનયના યોગે વગર ભણેલા પણ કેવળજ્ઞાન પામ્યાનાં દૃષ્ટાંતો છે ને ? અમુક કર્મના ક્ષયોપશમે અમુક ગુણ થાય. તેને બીજા સાથે ભેળવાય નહિ.
પુષ્પશય્યા ને કંટકશય્યા :
સંયમના પરિણામ પોષાય ક્યાં ? એ લોકો કહે છે કે-અહીં ઘરમાં રહે, ઘરમાં રહીને સંયમના પરિણામ મજબૂત ક૨, પછી જા, તો એ વાત વાજબી છે ? દયાળુને કતલખાનામાં રહી અહિંસાના પરિણામ કેળવવાનું કહેવા જેવી એ વાત છે. ચઢી રહેલાને પાડવાની એ મનોવૃત્તિ છે. શાસ્ત્ર તો કહે છે કે સારા પરિણામ થયા કે સારી જગ્યાએ બેસાડી જ દેવો. શુમરૂં શીઘ્ર ગતિઃ । ધર્મસ્થ ત્વરિતા ગતિઃ । અનંતકાળે કોઈ જીવને કોઈ વખતે આ પરિણામ આવે. એને જરા થંભાવ્યો તો પડતાં વાર કેટલી ?
સભા ‘એને એ લોકો દયા કહે છે.’
શાસ્ત્ર એને ઘોર નિર્દયતા કહે છે. પુષ્પની શય્યામાં સૂતેલું બાળક ગમે તેમ આળોટે તોયે વાગે ખરું ? અને કાંટાની શય્યામાં સૂતું હોય તો ? જરાક પડખું ફરે ત્યાં હાથ પગ છોલાય અને કાંટા ભોંકાય. સાધુજીવન એ પુષ્પની શય્યા જ્યારે ગૃહસ્થવાસ એ કાંટાની શય્યા છે. અહીં ૨મે તોય શાનાથી ? અહીં સંયોગ કયા ? અહીં વચનો કયાં સંભળાય અને ત્યાં કયાં સંભળાય ? તત્ત્વમય આત્મા વસ્તુની પરીક્ષા કરી શકે. વસ્તુની પરીક્ષા વિના સમ્યક્ત્વ દૃઢ અને રૂઢ હોય તોયે ગાઢ ન બને.
સભા : ‘વિનય વૈયાવચ્ચવાળો ન પડે ?’