________________
- 15
૪૭૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - અને ધર્મ તત્ત્વ ન હોય, કોઈ કાળમાં દેવ-ધર્મ તત્ત્વ હોય અને ગુરુ તત્ત્વ ન હોય, કોઈ કહે તો એ સાચું છે ! ના. એ ત્રણે સાથે જ હોય અને શાસન રહે ત્યાં સુધી રહે.
દેવ તો તે જ કે જે વીતરાગ હોય. આ વાત સર્વ કાળ માટે સરખી. એમાં શાસ્ત્ર ભેદ ન પાડ્યો. પણ ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં શાસ્ત્ર કાલાનુસાર ભેદ પાડ્યો. ગુરુ અને ધર્મ કોને કહેવાય ? સંયમ ધરે તે ગુરુ અને સંયમ તે ધર્મ. દેવને તો ક્ષાયિકભાવે ચરિત્ર થઈ ગયું એટલે એમાં હવે કાંઈ વધઘટ થવાની નથી. જ્યારે ગુરુ સંયમધર એ સાચું પણ કયા સંયમને કોણ ધરે એ ભેદ પાડવા
પડ્યા.
ચારિત્ર પાંચ પ્રકારનાં છે. ૧. સામાયિક, ૨. છેદોપસ્થાપનીય ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂક્ષ્મ સંપરાય, ૫. યથાખ્યાત. આમાં પાછળના ત્રણ આજે છે ? નથી. સામાયિક અને છેદોસ્પસ્થાપનીય એ બે પ્રકારનાં ચારિત્ર આજે છે. એમાં પાછાં એને ધરનારાના પાંચ ભેદ પાડ્યા. એમાં આજે ફક્ત બકુશકુશીલ છે. એમાંયે તરતમતા હોય-જેવી સામગ્રી, જેવો સંયોગ, જેવું સહન, જેવી પરિણામની ધારા, તેવું તેવું સંયમ હોઈ શકે. એ સંયમી ખરા કે નહિ ? ભગવાનની હયાતીમાં પણ બધા સાધુ તથા શ્રાવક એકસરખા જ હતા અને ભેદભાવ નહોતા એમ ન માનતા.
જેનું સમ્યક્ત દૃઢ અને રૂઢ થાય તેની તત્ત્વની રુચિ બહુ તીવ્ર હોય. એ આત્મા જેટલા પ્રમાણમાં તત્ત્વ દેખે તેટલા પ્રમાણમાં તથાવિધ પૂજે. આઠ પ્રકારના પ્રભાવકમાં પહેલા પ્રકારના પ્રભાવક પ્રાવચનિંકને કહ્યા છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ પ્રાવચનિકની વ્યાખ્યા કરતાં કહ્યું કે
વર્તમાનમાં જેટલું પ્રવચન હોય તેને અર્થ અને સૂત્ર સાથે જાણે'. ત્યાં શ્રી જિનેશ્વરદેવે કહેલું બધું જાણે એમ ન કહ્યું. બધું લાવે ક્યાંથી ? દ્વાદશાંગી પૂરી હતી ત્યારે પૂરું જાણનારા પ્રવચનિક કહેવાતા. જેમ જેમ ઘટતું ગયું તેમ તેમ જ કાળે જેટલું રહ્યું તેટલું જાણનારા તેટલા પ્રાવચનિક કહેવાયા. દશપૂર્વ હતાં ત્યારે દશપૂર્વી, એક પૂર્વ વખતે એક પૂર્વી, પૂર્વ માત્ર ગયાં અને અગિયાર અંગ રહ્યાં ત્યારે અગિયાર અંગના પાઠી પ્રાવચનિક કહેવાયા. અત્યારે તો એ પણ પૂરાં નથી. અત્યારે હોય તેટલું જાણે તે પ્રાવચનિક કહેવાય. અત્યારે તો પિસ્તાલીસ આગમ, ભાષ્ય, ટીકાદિ છે પણ દુપ્પસહસૂરિ મહારાજને તો દશવૈકાલિકના ચાર અધ્યયનનું જ જ્ઞાન, છતાં એ પ્રાવચનિક કહેવાયા. અત્યારે તો એ પણ પૂરાં નથી. અત્યારે હોય તેટલું જાણે તે પ્રાવચનિક કહેવાય.