________________
1047
- ૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 – ૪૭૭ અત્યારે તો પિસ્તાલીસ આગમ, ભાષ્ય, ટીકાદિ છે પણ દુપ્પસહસૂરિ મહારાજને તો દશવૈકાલિકના ચાર અધ્યયનનું જ જ્ઞાન, છતાં એ પ્રાવચનિક.
એ વખતે કોઈ કહે કે-“ક્યાં દુપ્પસહસૂરિ અને ક્યાં પૂર્વના આચાર્યો ?' તો એને પણ કહી શકાય કે “ક્યાં પૂર્વના શ્રાવકો અને ક્યાં તું ?' હજી તો ઘણા વિધિમાર્ગ અને અપવાદમાર્ગને સમજતા નથી અને માત્ર શબ્દથી જ અથડાય છે. મુખ્યની અપેક્ષાએ સામાન્ય વસ્તુ અપવાદમાં ગણાય પણ એ સેવવા યોગ્ય ખરી કે નહિ ? એ પણ વિધિ કે અવિધિ ? એ જાણવું જોઈએ.
શ્રાવક માટે ત્રિકાળપૂજાનો કાળ નિયત કર્યો એ વિધિ, એ ઉત્સર્ગ માર્ગ. પણ જિનપૂજા વિના રહેવું નથી અને ત્રણે કાળનો સમય મળતો નથી એ નક્કી છે, અરે, એક કાળની પૂજા પણ નિયત સમયે ન કરી શકાય એવા સંયોગો છે તો એવો માણસ કોઈ પણ કાળે જિનપૂજા કરી આવે એ અપવાદ જ છે ને ? મુખ્યની અપેક્ષાએ એનાથી ઊતરતો એ અપવાદ. એની અપેક્ષાએ એનાથી ઊતરતો એ અપવાદ. પણ એ અપવાદ એ વિધિમાર્ગ કે અવિધિમાર્ગ ? કોઈ કહે કે “પૂજાના સમયે થાય તો જ પૂજા કરે, તો એ ચાલે ? જરૂ૨, મુખ્ય વિધિમાર્ગ ઊંચો ખરો. શાસ્ત્ર વસ્તુનું નિરૂપણ ઊંચું જ કરે. એમ ન બને તો આમ, એમ પણ ન બને તો આમ કરવું, એ બધા ચડતી ક્રિયાની અપેક્ષાએ અપવાદ ખરા પણ એ સેવ્ય છે, વિધિમાર્ગ છે. એ રીતે પણ પૂજા કર્યા વિના નહિ ખાનારો વિધિને લંઘતો નથી. હા, પૂજા કર્યા વિના ખાનારા વિધિ સંઘે છે. હવે એથી પણ આગળ-કદાચ ખાય પણ પૂજા કર્યા વિના તો ન જ રહે, એ પણ એટલે અંશે વિધિપાલક છે. બધાને અપવાદ માર્ગ કહી ન સેવવા યોગ્ય કહો તો પરિણામ શું આવે ? દેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કોણ કરી શકે ?
તત્ત્વ પ્રત્યે આસ્થા હોય અને પોતાથી નાનો કે મોટો છતાં ગુણવાન હોય તો તેને નમી પડવાની પોતાનામાં લઘુતા હોય, તો, તે મુનિની પરીક્ષા કરી શકે. મુનિની પરીક્ષા કરનાર મુનિ સામે છાતી કાઢીને ન આવે. મુનિપણાની પરીક્ષામાં જ્ઞાન નિયત નથી કર્યું. અમુક જ્ઞાન હોય તે જ મુનિ, એવું છે ? ચૌદ પૂર્વધર પણ મુનિ કહેવાય, દ્વાદશાંગીના જાણનાર પણ મુનિ કહેવાય, એક પૂર્વ જાણનાર અને અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન ધરાવનાર પણ મુનિ કહેવાય. મુનિને કોઈ પૂછે કે- “ષદ્રવ્ય જાણો છો ? “આગમસાર' વાંચ્યો છે ? “મુનિ' ના કહે તો પેલો કહે કે-“તો મુનિ શાના ?' પણ એમ કહેવાય ? જ્ઞાનમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે અને ચારિત્રમાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. એનું કામ જુદું