________________
૪૬૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઈ પણ યોગ ન સીદાય તેવા જૈનશાસનનાં વિધાનો
મન-વચન-કાયાના યોગો અશુભને શુભ તથા અશુદ્ધને શુદ્ધ બનાવવા છે. એ યોગો શુભ અને શુદ્ધ બને તો સાધવાનું સધાય માટે એ યોગોને શુભ તથા શુદ્ધ બનાવવાની કાળજી રખાય. પૂર્વકાળમાં પણ જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ બે કલ્પ હતા. જિનકલ્પી તે કે કોઈ પણ સંયોગોમાં શરીરની શુશ્રુષા ન કરે. આંખમાં પડેલું તરણું પણ ન કાઢે. છ મહિના સુધી આહાર પાણી ન મળે તો પણ અચ્લાનપણે વિચરે. ગમે તેવા વ્યાધિમાં પણ ઔષધ ન કરે' જિનકલ્પી માટેનાં આ વિધાનો સ્થવિરકલ્પી માટે કેમ નહિ ? જિનકલ્પીમાં જે સામર્થ્ય છે તે સ્થવિરકલપીમાં નથી માટે. પરંતુ જિનકલ્પીની કાયા, તેની ઇંદ્રિયો કિંમત વગરની અને સ્થવિરકલ્પીની કિંમતવાળી એવું નથી-જ્ઞાનીઓએ આજ્ઞા એવી જ કરી કે જેથી મન-વચન-કાયાના યોગો મોક્ષની સાધનાંમાં વિકલ ન બને.
1038
સાવઘયોગનું પચ્ચક્ખાણ બે ઘડીનું પણ છે, ચોવીશ કલાકનું પણ છે અને જાવજીવનું પણ છે પરંતુ તપનું પચ્ચક્ખાણ જાવજ્જીવનું છે ? નહિ. નવકારશી, પોરશી, સાઢ પોરશી, પુરિમટ્ઠ, અવઢ, બિયાસણું, એકાસણું, નીવી, આયંબિલ, ઉપવાસ અને પછી એકથી માંડીને સોળ ઉપવાસ સુધીનું પચ્ચક્ખાણ રાખ્યું. તેથી વધુ કેમ નહિ ? જે જ્ઞાનીએ સાવદ્યયોગનું પચ્ચક્ખાણ જિંદગીભરનું કહ્યું તેમણે તપનું આટલું જ કેમ રાખ્યું ? દીક્ષા લેતાંની સાથે જિંદગી સુધી ચારેય આહારનો ત્યાગ કેમ ન રાખ્યો ? કારણ કે શક્તિ નથી. શાસ્ત્રે કહ્યું કે જિંદગીભર સાવઘયોગનું પચ્ચક્ખાણ પળે તેમ છે જ્યારે ચારેય આહારના ત્યાગનું પચ્ચક્ખાણ જિંદગીભરનું પળે નહિ. મન-વચન-કાયાના યોગો મોક્ષની સાધનામાં કુંઠિત ન બનવા જોઈએ. જિંદગીભરના સાવઘ યોગના પચ્ચક્ખાણથી એ યોગો મોક્ષની સાધનામાં કુંઠિત બનતા નથી પરંતુ જિંદગીભરના ચારેય આહારના ત્યાગથી મોક્ષસાધનમાં એ યોગો કુંઠિત બને છે.
તપનું પચ્ચક્ખાણ વિહિત કરનારા શ્રી જિનેશ્વરદેવોએ દીક્ષાની સાથે જ ચારે આહા૨ના ત્યાગનું વિધાન કર્યું હોત તો પરિણામે મોક્ષમાર્ગ બંધ થયો હોત. સાવઘયોગના જાવજીવના પચ્ચક્ખાણમાં મન-વચન-કાયાના યોગો હીન ન થાય. કદી મનથી બીજો વિચાર થાય તો અતિચાર લાગે. પણ જિંદગીભરના ઉપવાસના પચ્ચક્ખાણમાં તો ભંગ જ થાય કેમકે પેટમાં રોટલા જાય ત્યારે જ મામલો પતે તેમ છે.
પાંચેય મહાવ્રતોનો નિયમ કેવો ? ‘તિવિહં તિવિહેણું’મન, વચન અને