________________
ડૂબ્યા
એનાથી તરવાનું - 71
૪૭૭
૩૧ : જેનાથી કે-સમજે છે કે, આ છે તો કમાણી છે, નહિ તો પેઢી ઊડતાં વાર લાગે તેમ નથી હા ! એક વાતની કાળજી શેઠ જરૂર રાખે કે-એ છે મુનીમ ૨ખે માલિક ન બની બેસે.
1037
એ જ રીતે મન-વચન-કાયાની ગુલામી છોડી આત્માએ એના માલિક બનવાનું છે. કાયા ન જોઈએ, એમ ગુસ્સો કરી ગળું દબાવીએ કે પેટમાં છરી ખોસી દઈએ તો મોક્ષમાં જવાય ? આ કાયાનો એમ નાશ ન કરાય. તીર્થંકર બનનારાને પણ મનુષ્યભવની નિશ્રા લેવી પડી. દેવલોકમાં સ્ફટિક જેવું શરીર પણ ત્યાં કેવળજ્ઞાન નહિ. એ માટે તો અહીં આ ગંધાતી ગટ૨માં જ આવવું પડે. દેવલોકમાં કેવળજ્ઞાનની સામગ્રીનો અભાવ છે. ત્યાં દિવ્ય એવા પૌદ્ગલિક સંયોગોનો યોગ અને ભૌતિક સુખ પુષ્કળ છે. તેત્રીસ તેત્રીસ સાગરોપમ સુધી સતત ષડૂદ્રવ્યનું ચિંત્વન કરે તો પણ એક સમય માટે પણ સર્વવિરતિના પરિણામ ન જ આવે. જ્યારે અહીં તો એક મિનિટમાં વૈરાગ્ય પણ આવે અને સર્વ વિરતિના પરિણામ પણ આવે. જ્ઞાનીઓએ કહ્યું કે-દેવો વિષયમગ્ન છે, નારકીઓ દુ:ખમગ્ન છે અને તિર્યંચો વિવેક વિકલ છે. માત્ર મનુષ્યલોકમાં ધર્મસામગ્રી છે. મુનિને પણ શરીર સાચવવાની આજ્ઞા છે પણ તે સંયમ માટે; મોજ મજા માટે કે સારા દેખાવા માટે નહિ. કહ્યું છે કે:
'येन योगा न हीयन्ते'
તપ એવો ક૨વો કે જેથી યોગો ન સીદાય. મોક્ષની તાલાવેલી તો બહુ લાગી પણ મનને વશ કેમ કરવું ? ઘોડેસવાર ગમે તેવો પણ લગામ ન છોડે. મોટર ચલાવનારો સ્ટીઅરીંગ ઉપરનો કાબૂ ન છોડે.
...તો પ્રાણત્યાગ કરાય પણ આંખો ન ફોડાય :
(અહીં સભામાંથી કોઈએ સુરદાસે આંખો ફોડ્યાના પ્રસંગની વાત કરી.)
આ ઇતરની વાત છે. એમ આંખો ફોડવી એ અજ્ઞાનતા છે. પરંતુ એમાંથી એ ગુણ લઈ શકાય કે એને વિષયો પ્રત્યે કેટલી નફરત જાગી હતી ? પણ તેથી આંખો ફોડવી યોગ્ય ન કહેવાય. આંખો ગયા પછી પ્રભુ મૂર્તિનાં દર્શન, શાસ્ત્રોનું વાંચન, જીવદયાનું પાલન વગેરે ક્યાં રહ્યું ? આંખો વિનાનો તો સંયમનો અધિકારી પણ નથી. આંખો અયોગ્ય સ્થાને જાય તો પાછી ફેરવવાનું જ્ઞાનીઓનું વિધાન છે પણ ફોડી નાંખવાનું વિધાન નથી. વ્રતભંગ પ્રસંગે પ્રાણત્યાગનું વિધાન ખરું પણ એક પણ ઇંદ્રિયનો નાશ કરવાનું વિધાન નથી. મોક્ષમાર્ગને અનુકૂળ ન થાય એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થાય. મુક્તિનું અનુષ્ઠાન સિદ્ધ થાય એવી ક્રિયા મન-વચન-કાયાના યોગોથી થાય.