________________
15
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70.
૪૫૫
હા, મોટે ભાગે હોય.
આજે તો ઘરડાઓ કહે છે કે “અમને ધોળા આવી ગયા, ઘણી દિવાળી જોઈ, ઘણી નવાજૂની જોઈ, મોતનાં તેડાં આવ્યાં તોયે અમને વૈરાગ્ય ન થયો અને આ ઊગીને ઊભો થાય છે એનામાં વૈરાગ્ય ક્યાંથી આવી ગયો ?' પોતાને વૈરાગ્ય નથી આવતો એ માટે શરમાવું ઘટે કે આ પ્રમાણે ડહાપણ ડહોળે ? આથી તો પેલો કાચો-પોચો હોય તો એની શી દશા થાય ?
સંયમના પરિણામવાળાને જોઈને સંઘ તો ઊભો થાય, હાથ જોડે અને કહે કે “તમે પુણ્યવાન કે પામી ગયા, અમે કમનશીબ તે રહી ગયા.” આ સાંભળી પેલા સંયમના પરિણામેવાળો ઢીલો હોય તોયે દૃઢ થઈ જાય. એને એમ થાય કે હજી તો માત્ર સંયમના વિચારથી આ સ્થિતિ તો સંયમના પાલનથી કેટલો લાભ ?” પરંતુ આવી રીતે વિચારનારા અને વર્તનારા આજે સંઘમાં કેટલા ?
શાલિભદ્રના અને ધનાજીના વૈરાગ્યને સાંભળી શ્રેણિક મહારાજાએ શું
કહ્યું?
- “ભગવાન મહાવીરનો ખરો ભક્ત તો હું છું, એમનાં સામૈયાં તો હું કરું છું, ઠાઠમાઠથી સામે લેવા હું જાઉં છું, ભગવાન ક્યાં વિચરે છે એના પહેલા સમાચાર રોજ હું મેળવું છું, એ સમાચાર આપનારનું દારિદ્રય તો હું ફેડું છું, સમાચાર સાંભળતાની સાથે સિંહાસનથી ઊતરી સામે જઈ વંદન હું કરું છું, છતાં મને વૈરાગ્ય નહિ અને આમને વૈરાગ્ય ક્યાંથી થઈ ગયો ? –આવું એમણે નથી પૂછ્યું. - એ શ્રેણિક મહારાજાએ તો સમાચાર સાંભળતાંની સાથે જ એમની માતાઓને જઈને કહ્યું છે કે-“એ જેવો તમારો દીકરો છે એવો મારી પ્રજાનો એક ઉત્તમ આત્મા છે. એનો મહોત્સવ તો હું જ કરીશ.” પોતે જ મહોત્સવ કર્યો, દીક્ષા લેનારને પોતાના ઘેર બોલાવ્યા, પોતે સ્નાન કરાવ્યું, પોતે વસ્ત્રાલંકાર પહેરાવ્યા, પોતે પાલખીમાં બેસાડ્યા, પોતે વરઘોડો કાઢી ચોપદાર બની સાથે ચાલ્યા અને પોતે મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. તે વખતે પોતે કહ્યું કે-“ધન્ય છે તને ! કે મેરૂનો પહાડ ઉપાડવા તૈયાર થયો છે. અમે તો ખરેખર કમનશીબ છીએ.' ત્યાં ચારિત્રની મહત્તાનું વર્ણન કર્યું પણ તે એવી ઢબે કે જે સાંભળીને ચારિત્ર પર પ્રેમ થઈ જાય અને જે પ્રેમ હોય તે વધી જાય. આજે સંઘની સંમતિની બૂમો પાડનારામાં આ ગુણોનો અંશ પણ છે ? સંઘ કોના પક્ષે હોય ?
મા-બાપ કહે તેમ કરવું એ સાચી વાત પણ મા-બાપ ઝેર પાય તો ? બાપ