________________
૪૫૧
પણ નિગ્રંથતા ન જોઈએ, ધર્મ સર્વજ્ઞનો પણ એની આજ્ઞાનો વિચાર ન જોઈએ. આ ચાલે ? આવું હોય ત્યાં સમ્યક્ત્વ હોય ?
જેને જેને વીતરાગ દેવ જોઈએ તેને તેને વીતરાગતાની ઇચ્છા જોઈએ જ, નિગ્રંથ જોઈએ તેણે નિગ્રંથતાની ભાવના કેળવવી જ પડે. એ બેની આજ્ઞામાં ધર્મ માન્યા પછી આજ્ઞાપાલનની ભાવના રાખવી જ જોઈએ. હવે કહો ! વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલીભાષિત ધર્મ માને તેને સંસાર ગમે ? એની એ જ વાત આવીને ?
1021
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70 ૩૦
.
જ્યાં જુઓ ત્યાં બધે જ ત્યાગની વાત :
પલંગમાં ગમે તે રીતે સૂઓ, આડા સૂઓ કે ઊભા સૂઓ, માથું આ તરફ રાખો કે તે તરફ રાખો પણ શરીરનો મધ્ય ભાગ તો મધ્યમાં જ આવવાનો.
આ શાસ્ત્રની પણ ગમે તે વાત વિચારો, જીવતત્ત્વ કે અજીવ તત્ત્વ વિચારો, પુણ્ય કે પાપની વિચારણા કરો, આશ્રવ-સંવર વિચારો કે બંધ-નિર્જરા વિચારો, યાવત્ મુક્તિ વિચારો પણ વાત ત્યાગની જ આવવાની.
આચારાંગ વાંચો, ઠાણાંગ વાંચો કે ભગવતીજી વાંચો પણ આવે તો એ જ
ને ?
કર્મગ્રંથ વાંચો કે જીવવિચાર વાંચો પણ આ સિવાય કંઈ આવે ખરું ? ઋષભદેવસ્વામી ચરિત્ર વાંચો કે શાલિભદ્રજીની કથા વાંચો પણ ત્યાંયે આવે તો ત્યાગ જ .
તમે માગો તે એમાં આવે ?
અર્થ-કામની વાત એમાં આવે ?
શ્રી વીતરાગદેવની વાણીમાંથી કે સાધુની દેશનામાંથી આ સિવાય બીજું નીકળે શું ? ' -
સભા : ‘બીજું કાઢવું હોય તે કઢાય ખરું ને ?’
કઢાય જ નહિ. પણ ઘી આપીએ તો ઘી લઈને પણ પાણીએ ધોઈને ઝેર બનાવનારા છે ને ? તેને શું કરીએ ? ઘી તો પોષક છે પણ મૂર્ખા દુરુપયોગ કરે તેનો ઉપાય શો ?
‘સાધુથી આમ ન થાય’-એટલી સામાન્ય વાત કરી તે પણ કેમ ખટકી ? સારી વાત પણ ઊંધી પરિણમે ત્યાં ઉપાય શો ? આ વાત બરાબર સમજો. આજે ઊઠાં ભણાવનારાનો પાર નથી. એ કહે છે કે-‘વાત ચૌદમા ગુણઠાણાની કરે