________________
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70
૪૪૯
દેવના શાસનનું જ્ઞાન પેટ માટે હોય ? જે પેટ માટે ભણવા આવે એને એ કુબુદ્ધિ છોડવાનું કહેવું પડે. આજે વિદ્યા માત્ર પેટ માટે ભણાય છે તેથી એ પરિણામ પામતી નથી. નહિ તો ભણે તેમ અક્કલ વધે કે ઘટે ? અક્કલ વધે તેમ વિવેક વધે કે ઘટે ? વિવેક આવે તે સાચાને વળગે કે ખોટાને ? આજે તો ભણતર વધે તેમ આડંબર વધે છે, વાતવાતમાં ‘હું’ પદ દેખાય; કેમકે જે ઇરાદે ભણવું જોઈએ તે ઇરાદે ભણાતું નથી.
1019
પંડિત થવા માટે, વિદ્વાન કહેવડાવવા માટે, નામના માટે કે પેટ ભરવા માટે ભણવાની મના છે પણ ભણવાનું તો આત્મકલ્યાણ માટે છે. ભણવાનું તો આત્માની અનંત શક્તિ ખીલવવા માટે છે.
પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિ મહારાજા રત્નાકર પચીસીમાં કહે છે કે :'वादाय विद्याऽध्ययनं च भेऽभूत् ।
‘મારું વિદ્યાનું અધ્યયન વાદ માટે થયું.’
સમજવા કે ગુણ ખીલવવા તર્ક થાય પણ વિદ્વત્તા બતાવવા તર્ક કરે છે તે ભીંત ભૂલે છે.
આ
શ્લોકોનો નિષ્કર્ષ સમ્યગ્દર્શન છે, પૂ. આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સાતસો શ્લોક પ્રમાણ ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' નામે ગ્રંથ લખ્યો. તેમાં ઇતર દર્શનની વાર્તા પણ લખી. એનાં પક્ષ પણ માંડ્યા અને પછી એમાંનું ખોટાપણું પણ બતાવ્યું. વચ્ચે રહસ્યભૂત જૈનદર્શનની વાતો મૂકી. આ વાતો હ્રદયમાં ઉતારવા જેવી છે. એ વાતો હ્રદયમાં ઊતર્યા વિના કેવળ પ્રકૃતિની વાતો કર્યે શું વળે ? કર્મપ્રકૃતિઓનો ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ શી રીતે થાય ? પ્રકૃતિ પછી પરિણામ કેવાં ? પરિણામ પછી વૃત્તિ કેવી ? આ બધું ન જાણે તો ?
માટે શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે
'जहा खरो चंदणभारवाही, भारस्सभागी ण हु चंदणस्स + एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न सुग्गईए । '
“જેમ ચંદનનો ભાર વહન કરનાર ખર (ગધેડો) ભારનો ભાગી છે પણ ચંદનનો ભાગી નથી. તેમ ચારિત્રહીન આત્મા માત્ર જ્ઞાનનો ભાગી બને છે પણ સદ્ગતિનો ભાગી બનતો નથી.”
ગધેડા પર ચંદનનો બોજો ગધેડા માટે તો માત્ર ભારભૂત છે. ચંદન જંગલમાંથી કાપે કઠીઆરા, એને ઉપાડી લાવે ગધેડા અને એની ઠંડક ભોગવે