________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1020
પુણ્યવાન. પુણ્યશાળીના અંગે જ ચંદનના વિલેપન હોય. ગધેડો કાંઈ એની ઠંડક કે સુગંધનો ભોગી નથી, એ તો માત્ર બોજાનો ભાગીદાર છે. એ રીતે ચારિત્રહીન (ચારિત્રની ઇચ્છા વિનાનો) જ્ઞાની પણ સદ્ગતિ પામી શકતો નથી. શ્રુતકેવલી ભગવાને પણ ગધેડાની ઉપમા આપી ને ? હું કાંઈ મારા ઘરની જ વાત કરું છું એવું તો નથી ને ? આ તો કહે છે કે-‘અમને જ્ઞાની માનો.' આ સૂત્રકાર આડંબર માત્રથી જ્ઞાની માનવાની ના પાડે છે..
૪૫૦
સમ્યગ્દષ્ટિ સમ્યક્ રીતે વિચારે માટે જ્ઞાનીનું એક પણ અનુષ્ઠાન એને દુષ્કર ન લાગે. એને તો સંસારની પ્રવૃત્તિઓ દુષ્કર લાગે.
સવારમાં ઊઠીને આત્માને રોજ પૂછો કે-‘સંસારમાં રહેવું ગમે છે ? ‘જો જવાબ સંયમ પક્ષ તરફ ઢળે તો આત્મા કાંઈક પામ્યો છે એમ માનો અને સંસાર તરફ ઢળે તો એ કમનશીબ આત્મા પામ્યો નથી એમ માનો. આમાં કાંઈ કઠિનતા છે ?
દેવ, ગુરુ, ધર્મ માને તેને સંસાર ગમે ?
આ ઓઘો લેવા જેવો ન માને એને પણ જે-સમ્યક્ત્વ આપી શકતા હોય તેને આ શાસન પારકા કહે છે. આ શાસ્ત્રકાર કહે છે કે એવા લોકો શ્રી જૈનશાસનના નથી. ચારિત્ર પ્રત્યે પ્રેમ વિના શ્રદ્ધા શી રીતે બને ? તમે કદી આગમની ઝીણી વાતો કે બધી વાતો ન જાણો પણ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા હોય તો સમકિત એ તો જાણો ને ?
શુદ્ધ દેવ કોણ ? વીતરાગ. શુદ્ધ ગુરુ કોણ ? નિગ્રંથ-જે પંચ મહાવ્રત પાળે તે. શુદ્ધ ધર્મ કયો ? કેવલીભાષિત હોય તે. આ સિવાય બધું ખોટું, એ તો તમને ખબર છે ને ?
આપણા ગુરુ શું કહે ? પાપથી છૂટવાનું કહે કે નહિ ? હિંસાદિ એ પાપ ખરાં કે નહિ ? એ પાપ વિના ગૃહસ્થાવાસ હોય ? ઘરમાં રહો અને પાપ ન થાય એ બને ? જો પાપ વિના ગૃહસ્થાવાસ ન હોય તો એને છોડવાનું સાધુ કહે કે નહિ ? એ કહે તે તમને ગમે કે નહિ ? એ ન ગમે તો સમ્યક્ત્વ રહે ? આ બધી વાતો જે છે તે છે. હું તમને બીજું કાંઈ કહું છું ? જરા ભાર મૂકીને કહું છું એ વાત ખરી. આજ સુધી એ વાતો સામાન્ય રૂપે કહીને આગળ વધાતું હતું. આજે જણાય છે કે એની મજબૂતી કરવી બહુ જરૂરી છે. દેવ, ગુરુ અને ધર્મ ઉપર, એની આજ્ઞા ઉપર સાચો પ્રેમ પ્રગટ્યા વિના સમ્યક્ત્વ ટકે નહિ.
આ તો કહે છે કે-દેવ વીતરાગ પણ વીતરાગતા ન જોઈએ, ગુરુ નિગ્રંથ