________________
102
૪૫૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ અને છઠ્ઠા ગુણઠાણાનું તો ઠેકાણું નથી. એમને પૂછો કે ચૌદમ ગુણઠાણાનો કાળ કેટલો ? ચૌદમા ગુણઠાણાની વાત પણ સમજાવે તો છઠ્ઠાવાળો જ ને ? સિદ્ધિપદને સમજાવે કોણ ? એ પરમાત્માઓ ત્યાંથી સમજાવવા આવવાના છે ? છઠ્ઠા ગુણઠાણાવાળો જ સમજાવે. સાતમા પછી તો બોલવાનું નથી. ફક્ત તેરમે ગુણઠાણે કેવળજ્ઞાની બોલે. તે તો જે કાળમાં હોય ત્યારે. બાકી મોટા ભાગે બોલનારા તો છઠ્ઠા ગુણઠાણે છે ને ? છઠ્ઠાવાળો ચૌદમાની ક્રિયા ન કરી શકે પણ ચૌદમું પામવાની ઇચ્છા તો છે ને ? ઇચ્છા હોય તે નિરૂપમ કરી શકે. છઠે, પાંચમે, ચોથે બધે એવું. જેવી ભાવના, જેવા વિચાર તેવું પ્રકાશન. શ્રી વીતરાગના સેવકને વૈરાગ્ય કે વીતરાગતા સાથે કદી વૈર ન હોય. પાછળ કોઈ રુવે એનું પાપ કોને ?
ભગવાન મુક્તિમાં ગયા ત્યારે ઇંદ્રો બધા રોયા હતા, એનું પાપ ભગવાનને લાગે ? આજે કહે છે કે-દીક્ષા લેનારના કુટુંબીઓ રૂએ તો એનું પાપ દીક્ષા લેનારને લાગે માટે કુટુંબીઓની સંમતિ સિવાય દક્ષા ન અપાય. આ વાત વાજબી છે ? તો પછી ભગવાનથી બધા ભક્તોની સન્મતિ સિવાય મુક્તિમાં જવાય ? માબાપ અને તાજી પરણેલી સ્ત્રીને પણ રડતી મૂકીને પરદેશ જનારા જાય છે. ત્યાં સૌ રડનારાને આશ્વાસન આપવા આવે છે પણ જનારાને રોકતા નથી. જાય એની સામે કોઈ ફરિયાદ પણ કરતું નથી. દીકરો સ્ટીમરમાં બેસે ત્યારે માબાપની આંખમાં પાણી આવે કે નહિ ? છતાં દીકરો જાય છે ને ? કહેતો નથી કે આંખમાં પાણી આવે ત્યાં સુધી ન જ જાઉં-માબાપ પણ કહે છે કે જાણીએ છીએ કે અપમંગલ ન જ કરાય પણ પાણી તો આવે જ. શું કરીએ ? જવું છે તો એ પાણી સામે જોયા વિના એણે જવું જ જોઈએ. - તમારો કાયદો લાગુ કરીએ તો એક દીક્ષા લે તેની પાછળ તો રોનારા થોડા પણ શ્રી જિનેશ્વરદેવ મુક્તિમાં જાય ત્યારે એમના વિરહથી રોનારા ઘણા. એમના પર પ્રેમ ઘણાંને, ઘણા અત્માઓ એમના આધારે જીવે છે. એ બધાની રજા વિના મુક્તિમાં ન જવાય એવો ઠરાવ કરો તો ચાલે?
મરવા માટે કે માંદા પડવા માટે સંમતિ નહિ પણ દીક્ષા માટે તો સંમતિ જોઈએ જ, આ કેવો ન્યાય ? ઘરનો પાલક પથારીમાં પડે તો બધાને ત્રાસ થાય. એવો પડે કે ફરીને ઉઠાડ્યો ઊઠે નહિ તો વળી વધારે ત્રાસ થાય. ત્યાં સંમતિ વિના કેમ પડ્યો, એમ કહો તો ? ત્યાં તો “કર્મનો ઉદય' કહીને મન વાળો ને ?
જ્યારે અહીં તો બધું જ પૂછવાનું. સંઘના ઘરડા ઘરડા માણસો, જેમને કશું લાગતુંવળગતું ન હોય, એવા પણ પૂછે કે “ઊભો રહે, ક્યાં ચાલ્યો ? એમ ન