________________
- ૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે – 67 – ૩૯૭ ખપ નથી એવું નથી, બધા બુદ્ધિહીન રહે એવું ઇચ્છે છે એમ પણ નથી. છતાં વિરોધ શાથી કરવો પડે છે ?
સભાઃ “વાંકા ચાલે છે માટે.”
સીધા ચાલે તો વાંધો હોય ? સ્ટીમરનો કપ્તાન સ્ટીમરમાં ભણેલાનેય લઈ જાય અને અભણને પણ લઈ જાય. પણ ભણેલો કોઈ ડોળ કરતો આવે અને કપ્તાને કહે કે તું ખસી જા, હું સ્ટીમર ચલવીશ, અથવા હું કહું તેમ ચલાવ, તો એ કપ્તાન એનું માને ? પેલો પોતાને ભણેલો માને તો કપ્તાન એને ડોબો જ કહે. પેલો કહે કે હું એમ.બી.બી.એસ. હું તો કપ્તાન કહે કે-“જા, માંદાની નાડી તપાસ અહીં તારું કામ નથી. તું ભણ્યો નથી પણ પોથાં ફાડ્યાં છે, નહિ તો આવી વાત ન કરત. સ્ટીમર કેમ ચલાવવી, ક્યાં ચલાવવી એમાં તું ન સમજે, એ તો મારું જ કામ.” એ જ રીતે દુનિયાની ગમે તેવી કાર્યવાહી કરનારા, દીક્ષા લેનારની પરખ કરે ? ચોટ્ટાઓ જેને પ્રમાણપત્ર આપે એ શાહુકાર ? આ ન્યાય છે કે અન્યાય ? આ સુધારકો દુનિયાની નજરે ધર્મને હલકો ચીતરી બતાવે છે. એ કહે છે કે-ધર્મમાં યોગ્યતા હોય તો સારા માણસો કેમ એને આધીન ન થાય ? જૈનધર્મની વિશાળ દષ્ટિ ,
જો જૈનધર્મ વિશાળ હોય તો સારા માણસો એને કેમ ન અપનાવે એવું એ લોકો કહી રહ્યા છે. . હું કહું છું કે જૈનધર્મ જેવી વિશાળતા સ્થાપનારો જગતમાં કોઈ ધર્મ નથી. એની વિશાળ દૃષ્ટિનો સુમાર નથી. જૈનદૃષ્ટિ નહિ પામેલાને જેટલાં બંધનાં સ્થાન તેટલાં જ જૈનદૃષ્ટિ પામેલાને નિર્જરાનાં સ્થાન. સારી દુનિયાને જે સાધનો આશ્રવનાં કારણ તે જે સાધનો જૈનદૃષ્ટિ પામેલાને સંવરનાં કારણ. દુનિયા જેનાથી બંધાય તેનાથી જૈનદૃષ્ટિ પામેલો છૂટે. જેના જેના યોગે દુનિયા રાગી બને તેના તેના યોગે જૈનદૃષ્ટિ પામેલો વિરાગી બને. દુનિયાને જેટલાં સંસારનાં સાધન તેટલાં જ જૈનદૃષ્ટિ પામેલાને મુક્તિનાં સાધન.
આનાથી વિશાળ દૃષ્ટિ કઈ હોઈ શકે ? અરે, કસાઈને, ખૂનીને, સાતે વ્યસન સેવનારને પણ આ શાસન અપનાવે પણ શરત એ કે બધી ક્રિયાને એ હૈયાથી પાપ માને. છકાય જીવની વિરાધનામાં તમે પાપ માનો છો પણ અશક્ય પરિહાર જોવો જોઈએ, જ્યાં પાપ મનાય ત્યાં તે પ્રવૃત્તિ વિના ચાલે તેમ ન હોય તો ન છૂટકે જ કરાય. કસાઈ પણ આવીને પૂછે કે-“હું જૈન થવાને લાયક છું ?' તો કહું કે “તારી ક્રિયાને હૈયાપૂર્વક પાપ માનવાને તૈયાર હો તો લાયક છું હૈયાથી આવું માને પછી શક્ય હોય ત્યાં સુધી પાપ કરે એમ માનો છો ? લાવો,