________________
977
૨૮ : અદાલતના આંગણે – 68
૪૦૭
શાંત-પ્રશાંત બનો તો સારા વિચાર આવે
ગહન વસ્તુના વિચાર ઘોંઘાટ વચ્ચે ન થાય, પણ એકાંતમાં જ એ કરવા પડે. અરે ! એ વખતે આંખો પણ મીંચવી પડે. ઉઘાડી આંખે તો ઘણી વસ્તુ દેખાય, જેથી વિચારધારામાં ભંગાણ પડે. આંખો મીંચાય એટલે કશું ન દેખાય, તેથી ઉત્તમ વિચારો જાગવાને અવકાશ મળે-આ તો આંખો ઉઘાડી અને હૈયું પણ બહાર ભટકતું હોય, ત્યાં શું થાય ! દુનિયામાં ચોગરદમ નાટક ચાલી રહ્યું છે, તેના ધડીમ ધડીમ અવાજ઼ ચાલુ હોય ત્યાં સુંદર વિચાર કઈ રીતે આવે ?
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવેગ થવાથી પ્રશાંત અને અંતર્મુખ બનેલા આત્માની વિચારણાનું વર્ણન કરતાં કહે છે કે એ આત્મા સંસારને ભયંકર અને પ્રાણી માત્રને માટે ક્લેશકારી માને, કેમ કે-સંસાર જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક આદિથી ભરેલો એને નજરોનજર દેખાય છે. એને એ પ્રતીતિ થાય છે કે સુખ તો મુક્તિમાં જ છે. મુક્તિ વિના ક્યાંય સુખનું કે શાંતિનું નામનિશાન નથી. ભવ્ય આત્મા પોતાની સઘળી શક્તિના ઉપયોગથી જ એ મુક્તિ મેળવી શકે છે. આવું વિચારીને પછી, હજી આગળ એ વિચારે છે કેસંસા૨ના હેતુ હિંસાદિ છે અને મોક્ષના હેતુ અહિંસાદિ છે. આ બધું એ આત્માની નજર સામે તરે છે.
સમકિતી અને સાધુની બીજા ઉપર છાયા પડે
સમ્યગ્દષ્ટિ ચાર વાતમાં સુનિશ્ચિત હોય-સંસારને એ નિર્ગુણ માને. મોક્ષને ગુણરૂપ માને, પ્રેમથી જેટલી ચેષ્ટા કરવાની તે મુક્તિ માટે અને ‘યથાનમં’ એટલે આગમ કહે તેમ કરવામાં માને અને દુનિયાની ક્રિયામાં એ એવો લુખ્ખો હોય કે જોનારને બરાબર એનો ભાસ થાય. શેઠિયા ને વેઠિયાના કામમાં ભેદ માલૂમ પડે ? માલિક કોણ અને નોકર કોણ ? એ જોનારાને ખબર પડી જ જાય. ભણેલો ભણેલાની પ૨ીક્ષા કરી શકે એ વાત સાચી પણ નહિ ભણેલો પણ, 'આ ભણેલો છે' એટલું તો સમજી શકે-જેમ કામ કરવાની રીત પરથી શેઠ-નોકરની ખબર પડી જાય તેમ ભાષા, બોલચાલ વગેરે ઉપરથી ભણેલાઅભણની ખબર પડી જાય, સાચા-ખોટાની પરીક્ષાની વાત પછી..
પ્રમુખની ખુરશી પર બેઠેલા કેટલાક પૂતળા જેવા હોય છે તો કેટલાક જવાહી જેવા તેજસ્વી હોય છે, એ જોનારા નથી જાણી શકતા ? એક પ્રમુખ એવો કે બીજાનું બોલાવ્યું બોલે, કોઈનું લખેલું વાંચે અને પારકાને પૂછી પૂછીને બધાં કામ કરે. લોકો સમજી જાય કે આ નામના પ્રમુખ છે, બાકી તો કોઈના