________________
૪૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 976 એમાંની મુદ્દાની વાતને કેમ ભૂલી ગયા ? એક કવિએ ગાયું છે કે
“જે ઘર નોબત વાગતી, થાતા છત્રીસે રાગ રે; ખંડેર થઈને તે ખાલી પડ્યા,
બેસણ લાગ્યા કાગ રે.” સંસારની તમામ સામગ્રીને અસાર-નાશવંત-અનિત્ય બતાવનારાં આવાં અનેક વિધાનો તમે યાદ રાખતા નથી-માત્ર ફાવતી વાત પકડો છો એનું કારણ એ જ છે કે હજી સંવેગ પેદા થયો નથી.
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સમકિતીની પરીક્ષા માટે સુંદરમાં સુંદર ચાવી બતાવે છે કે-સમ્યગ્દષ્ટિ આત્માના હૈયામાં સંવેગ હોય એટલે એને આખો સંસાર અનિત્ય, અશરણ, અસાર લાગે તેથી જ એ આત્માને સંસારમાં રહેવું પડે તો રહે, પણ રમે નહિ. જેમ રમતિયાળ છોકરાને શિક્ષક કહી દે કે
અહીં શાળામાં આવવું હોય તો પાંચ કલાક રમત છોડીને ભણવું પડશે.” એ રીતે શાસ્ત્ર કહે છે કે સંસારનો રમતિયાળ અહીં ન જોઈએ. સમકિતીની મનોદશા :
તત્ત્વની રુચિ થાય અને સંસારમાં રમવાનું મન થાય ?
જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ વગેરે તત્ત્વોને જાણે, એમાં હેય, ય, ઉપાદેય કયા કયા, આ બધું સમજે એને સંસારમાં રમવું ગમે ?
સમ્યગ્દષ્ટિ છે કે જેને ધર્મની સાધનામાં ગમે તેટલાં કષ્ટ આવે તો પણ કષ્ટ ન લાગે. જ્યારે હેય સામગ્રી મેળવવામાં અને મુશ્કેલી લાગે. આ વાત આગળ વિસ્તારથી આવવાની છે. તમને જે પદાર્થોમાં આનંદ આવે એમાં સમ્યગ્દષ્ટિને આનંદ ન થાય. એ સંસારમાં કેમ ન રમે ? કારણ કે સંસાર જેવો છે તેવો એ જોઈ શકે છે માટે. સંસારને યથાસ્થિત સ્વરૂપમાં જોવાથી એ આત્મામાં સંવેગ પ્રગટે છે. સંવેગના કારણે પહેલાં ચોવીસે કલાક સંસારમાં રમતો હતો તે હવે શાંત-પ્રશાંત બને છે. બહિર્મુખ મટી અંતર્મુખ બને છે. સંસારને જેવો છે તેવો જોઈ શકવાથી એ આત્મા પહેલાં જે ઊકળતો હતો, ઊછળતો હતો તે હવે શાંત થાય છે. બાહ્ય પદાર્થોમાંથી એ મારાપણું ઉઠાવી લે છે. દુનિયાની કોઈ વસ્તુ તરફ એ ખેંચાતો કે ઘસડાતો નથી, અને એ રીતે નથી ખેંચાતો માટે જ એ વસ્તુને વસ્તુસ્વરૂપે જોઈ શકે છે, તમને આવો અનુભવ નથી, કારણ કે તમે સંવેગ પામ્યા નથી. હજી તમારો આત્મા બહારનો બહાર જ છે. તેથી તમને શાંતિનું સ્વપ્નયે નથી.