________________
60
૪૨૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ મૂળચંદજી મહારાજ અને પગમાં બેડી:
હજી પાંચ મહાવ્રતધારીને બાળદીક્ષા આપનાર-અપાવનારના હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવવાના મનોરથ છે, એ તમે જાણો છો ? મારા કાન સુધી એ ધડાકા આવ્યા છે. મૂળચંદજી મહારાજ વખતે અમદાવાદમાં આવો પ્રસંગ બન્યો હતો.
મૂળચંદજી મહારાજ વખતે સાધુની સંખ્યા બહુ અલ્પ હતી. એમની દેશના સચોટ હતી. ઘણા અમદાવાદીઓ મૂંઝાયા. એમની દેશના સાંભળીને કેટલાકના છોકરા ભાગ્યા પણ ખરા. એ વખતે ત્યાં સંઘ એકત્ર થયો. મૂળચંદજી મહારાજને પાટે બેસાડ્યા. પણ હવે બોલે કોણ ? કોઈ સારા માણસની હિંમત ચાલી નહિ ત્યારે એક નાગા ગણાતા માણસને ઊભો કર્યો. આવા પ્રસંગે બધે નાગાઓને જ આગળ કરાય છે. પેલો ઊભો થઈને બોલ્યો કે “મહારાજ ! સમજીને દેશના આપો. બહુ કરશો તો પગમાં બેડીઓ પડી જશે. એ વખતે મૂળચંદજી મહારાજે જવાબ આપ્યો કે-તારા જેવા કાળા મોંના ધણી સાધુના પગમાં બેડી નંખાવવા જીવતા છે તો તારા બાપ - કેટલાય એ બેડીઓ તોડાવનારા પણ હજી જીવતા છે. માટે ચિંતા કરીશ નહિ.” આ સાંભળી તરત જ સંઘે “જય” બોલાવી અને સૌ ઊભા થઈ ગયા. પેલાને ભો ભારે થઈ ગઈ.
બાળદીક્ષા આપનારાના પગમાં ઝંઝીર નખાવવાના મનોરથ સેવનારે જાણવું જોઈએ કે બાળદીક્ષા આપનારા એના કરતાં કાયદા વધારે જાણે છે. પારકાને ઝંઝીર પહેરાવવા નીકળેલા, કુદરતના નિયમાનુસાર પોતાને એ વળગી ન જાય તેની કાળજી રાખે. બાળદીક્ષા આપનારા બીજાના બળે નથી જીવતા, બાળદીક્ષા એ હજી આ અંગ્રેજોના રાજ્યમાં ગુનો નથી ગણાતો. એ વાત ખરી કે એમના હાથમાં સત્તા આવે તો બાળદીક્ષા આપનારા સાધુ માત્રના પગમાં એ બેડીઓ પહેરાવે; દેવદ્રવ્યની વાતને પકડી રાખનારાને. એ કેદમાં નાંખે અને વિધવાવિવાહનો વિરોધ કરનારાને એ ગુનામાં ફસાવી સજા કરાવે. પણ મારે એમને કહેવું છે કે-“નામદારો ! હમણાં સમતા રાખો. હજી રાજ્ય તમારું નથી. કાયદેસર વર્તનારાને ખોટી રીતે હેરાન કરે એવી કોઈ રાજ્યસત્તા હજી પેદા થઈ નથી. આ સાધુને ગમે તે રીતે ફસાવો!
ખંભાતના બનાવની તમને વાત કરું -રજા વગરની દીક્ષા અંગે કેસ ચાલ્યો. ત્યારે ત્યાંની રાજસત્તા અમારી સામે હતી. અમે ત્યાંના સત્તાધીશોને જણાવી દીધું હતું કે “તમારા કાયદાની કોઈ પણ ચુંગાલમાં અમે આવતા