________________
S:9
- ૨૮: અદાલતના આંગણે – 68 –
૪૧૯ સાચી વાતો સાંભળનારામાં ઘટાડો થાય નહિ અને થાય તો તેની ચિંતા પણ નથી.
મારા આ શબ્દો બરાબર યાદ રાખો !
હું ચોરને પણ દીક્ષા આપું, જુગારી-બદમાશ-વેશ્યાગામીને પણ દીક્ષા આપું, પરંતુ શરત એટલી કે દીક્ષા લેવા આવનાર પોતાની આજ સુધીની એ બધી ક્રિયાઓને પાપ માને. માબાપની રજા વિના આવેલાને પણ આપું. અહીં આવનારના મોઢા પરથી એની ચેષ્ટા અને વાતચીત વગેરે પરથી જણાય કે એને પાપનો પશ્ચાત્તાપ થાય છે તો પ્રાયશ્ચિત્ત આપી દીક્ષા આપું. જો કે આવાને હજી સુધી આપી નથી, પણ પ્રસંગ આવે તો જરૂર આપું.
બાકી હજી સુધી તો ચોરી માટે સજા પામેલો એક પણ સાધુ મારી પાસે નથી. બદમાશ તરીકે જાહેર થયેલો કોઈ સાધુ અહીં નથી. લૂંટારું કે વેશ્યાગામી બનેલાને અમે દીક્ષા આપી એવો એક પણ પુરાવો નથી, અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને મા બાપની રજા વગર, મેં દીક્ષા આપી એવો એક પણ દાખલો બતાવી શકે તેમ નથી. અઢાર વર્ષની ઉપરની ઉંમરવાળાને પણ માબાપની રજાથી દીક્ષા આપી છે અને રજા માગવા છતાં ન જ મળી તો રજા વિના પણ આપી છે. જેમને રજા વિના આપી તેને માટે કેસ પણ થયા છે. પરંતુ તેમાં હજી સુધી અણીશુદ્ધ પાર ઊતર્યો છું. એ લોકો કહે છે ને કે જેને તેને દીક્ષા આપે છે. પણ હું કહું છું કે એવો એક તો બતાવો ! ખોટા હોબાળો મચાવવાથી કાંઈ નહીં વળે. બાકી અઢાર વર્ષની ઉપરનાને તો રજા ન મળે તો રજા વગર પણ આપવાના. . .
સભા: ‘અઢાર વર્ષની અંદરનાને પણ રજા વગર આપી એમ લખ્યું હતું ને ?”
આપી હોય તો પુરવાર કરે. બાકી આજે લખવાનું તો ક્યાં લેવા જવું છે ? આજે સારા માણૂસોને પણ. લુચ્ચા કહેનારા નથી ? આજે તો કાંઈ સારા માણસને પણ ચાર ગાળો દઈ દેવી કે એને બદમાશ કહેવો કે કલંકિત ચીતરવો એમાં વાર શી છે ? એમ કરનારા સમજે છે કે સામો કાંઈ એટલા માટે કોર્ટકચેરીની ધમાલમાં ઊતરવાનો નથી. તમે ચોર નથી ? શેઠની મુનીમગીરી કેવી કરો છો, તે આત્માને પૂછીને કહો ! પછી શાહુકારીની વાત સમજીને કરો.
સભાઃ “પણ બાર વ્રતધારી આવું લખતા હોય તો ?'
અરે, આંજે તો પંચમહાવ્રતધારી પણ ફાવે તેમ બોલતા હોય ત્યાં બાર વ્રતધારીનો વાંક શું કાઢો છો ?