________________
987
- ૨૮: અદાલતના આંગણે – 68
૪૧૭ એ જ તો ખૂબી છે. કુદરત જ એમની પાસે એવું બોલાવે છે. જૈન સમાજમાં આવા બે પક્ષ છે, એમ કહ્યા પછી દીક્ષાવિરોધના ઠરાવને આખી જૈનકોમનો અવાજ કહે છે એ કેવા સમજવા ? એ બુદ્ધિમાનો ને! પૂછો કે શાસનપક્ષ સભા છોડીને ચાલ્યો ગયો એમ બોલ્યા પછી બાકીનાનો અવાજ એ આખી કોમનો અવાજ કઈ રીતે કહેવાય ? શાસનપક્ષ માટે “ગુંડા” અને “શેતાન' જેવા શબ્દોનો પ્રયોગ પણ કરે છે. ભલે કરે. પણ શાસનપક્ષ ગયા પછી “આખી જૈનકોમનો અવાજ !' એમ કઈ રીતે બોલી શકો છો ? એનો કાંઈ જવાબ છે ખરો ? બાકી એમને જૂઠું બોલવાનો ભય નથી. આવી ઉઘાડી વાત માટે જૂઠું બોલે તો બીજાં છૂપાં જૂઠ તો કેટલાં બોલતા હશે ? અજવાળાને અંધારું કહે તો પછી અંધારાને શું કહેતા હશે એ વિચારવા જેવું છે. “મૂર્તિપૂજક” શબ્દ ઉડાવી હવે શ્વેતાંબર નામ રાખી બધાને ભેળવે છે કારણ કે એ વિના સંખ્યાબળ થાય તેમ નથી. આવી બધી પેરવી ચાલે છે. તારકો તો ગુણહીનને પણ તારે ?
શાસ્ત્રકાર કહે છે કે તારક તે કે જે ગુણહીનને પણ તારે, જો એ ગુણવાન બનવા ઇચ્છતો હોય તો-આ લોકો કહે છે કે ગુણહીનને તારવાનો પ્રયત્ન કરાય જ નહીં.
હું પૂછું છું કે ભગવાને સંઘ સ્થાપ્યો તે પહેલાં બધા કેવા હતા ? ભગવાને સ્થાપેલા શાસનના શિરતાજ એવા અગિયાર ગણધરો પણ પહેલા સમોસરણ તરફ આવવા નીકળ્યા ત્યારે કેવા હતા? તમે અમે જે બોલી પણ ન શકીએ તેવું ભગવાનને માટે એ બોલ્યા છે. ઇંદ્રભૂતિએ તો ભગવાનને ધૂર્ત, પ્રપંચી, ઇંદ્રજાળીઆ, માયાનું કુળમંદિર વગેરે વિશેષણોથી નવાજ્યા છે. એવાને ભગવાને ગણધરપદે સ્થાપ્યા અને આપણે રખડતા રહ્યા, એનું કારણ ?
ઇંદ્રભૂતિ ઘોર મિથ્યાષ્ટિ હતા, સમ્યક્તને મૂળથી કાપનારા હતા, કુદેવકુગુરુ-કુધર્મના પૂજારી હતા, પોતે કુગુરુ છતાં ગુરુ તરીકે મનાવનારા હતા. પોતાના મનમાં શંકા હોવા છતાં પોતાને સર્વજ્ઞ મનાવનારા હતા. એવાને પણ ભગવાને ગણધરપદે સ્થાપ્યા. સમવસરણના પગથીએ ચઢ્યા અને ભગવાનને જોઈને ઇંદ્રભૂતિનું હૈયું પલટાયું. મનમાં થયું કે “મારા હૈયામાં રહેલી શંકા જાણીને કહી બતાવે તો ચરણોમાં બેસી જાઉં.” ભગવાને પણ “વત્સ !” કહીને પ્રેમથી બોલાવ્યા. એની શંકાને કહીને નિર્મળ કરી. એ ઇંદ્રભૂતિ આ શાસનના શીરતાજ થયા. ભગવાન શ્રી મહાવીરદેવના શાસનના મુકુટ બન્યા.
આદ્રકુમારના પાંચસો સામંતો આદ્રકુમારની પાછળ આર્યદેશમાં આવ્યા