________________
987 - ૨૯: સાવધ રહેવાની જરૂર – 69 -
૪૨૭ એક ત્યાગનું ધ્યેય જરા બાજુ પર મુકાય તો અનુષ્ઠાન રહે પણ એમાંથી જૈનશાસન નાશ પામે. આ શાસનની ક્રિયામાત્રમાં ત્યાગ અને ત્યાગની ભાવના ઠાંસીને ભરેલ છે. અહીં તો શબ્દ શબ્દ અને વાતે વાતે ત્યાગ છે. એક એક આચરણા ત્યાગથી ઓતપ્રોત છે. અને ત્યાગની ભાવનાને બાજુ પર રખાય તો જૈનશાસન ગયું સમજો.
સભા: “ઇતરમાં પણ ત્યાગ તો છે ને ?'
છે, પણ જે દૃષ્ટિએ અહીં છે તે દૃષ્ટિએ ત્યાં નથી. ત્યાગ ત્યાગમાં પણ ઘણો ભેદ પડે છે. વેપારી પણ ત્યાગ નથી કરતો ? કરે છે. પણ ત્યાં એની દૃષ્ટિ કમાવાની છે. દુન્યવી દરેક વસ્તુની સાધનામાં ત્યાગ તો છે જ. ત્યાગ વિના એ સાધના પણ ક્યાં છે ? પરંતુ એક ત્યાગ દુનિયાની વસ્તુ સાધના માટે છે અને બીજો ત્યાગ દુનિયાથી સર્વથા છૂટવા માટે છે, પચાસ સો રૂપિયાનો પગારદાર નોકર ખાવાનો ત્યાગ કરી કામ કરવા દોડે છે ને ? પરંતુ એનો એ ઉપવાસ ત્યાગમાં ગણાય ?
ઘણા કહે છે કે મહારાજ રોજ ત્યાગનું વ્યાખ્યાન જ વાંચે છે. પણ હું પૂછું છું કે એક શ્લોક, એક ગાથા, એક પદ પણ એવું લાવો કે જેમાં ત્યાગની વાત ન હોય. આ શાસ્ત્રમાં એવી એક પંક્તિ નહીં મળે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન-અજ્ઞાન
સમ્યગ્દર્શન રૂપી પીઠને રૂઢ બનાવવાની વાત ચાલે છે. પહેલી વાત એ છે કે સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી દુનિયાનું બધું જ્ઞાન અજ્ઞાન છે. સમ્યગ્દર્શન વિનાના સમર્થ જ્ઞાનીને પણ આ શાસનમાં કોઈ આચાર્ય કે મુનિ અભિમાન કરે ત્યાં દોષ' કહીને ટીકા-ટિપ્પણ કરનારા આ શાસ્ત્રકાર, ત્યાં એમને “બિચારા” કહે છે; કેમકે ત્યાં સેમ્યગ્દર્શન નથી. સાવદ્યાચાર્ય અભિમાનથી એક જ વાતમાં ફેરફારવાળું બોલ્યા કે એને માટે શાસ્ત્ર અનંત સંસાર વધાર્યાનું લખ્યું અને ઇંદ્રભૂતિએ ભગવાનને ઇંદ્રજાલીયા, ઠગ, ધૂર્ત વગેરે બધું કહ્યું તોયે એમને માટે એવું ન લખતાં ફક્ત અજ્ઞાન કહ્યા.
ઇંદ્રભૂતિ વિદ્વાન એવા કે એની સામે ઊભો રહે એવો એક પંડિત તે વખતે ન હતો. યુક્તિથી એમને પરાજિત કરવાની કોઈનામાં તાકાત ન હતી. ઇંદ્રભૂતિ આદિ અગિયારેય સરખા વિદ્વાન હતા દરેકના હૃદયમાં એક એક શંકા હોવા છતાં, તે પરસ્પર જણાવ્યા વિના દરેક પોતાને જગતમાં સર્વજ્ઞ મનાવતા હતા. પોતે પોતાને ખુશીથી સર્વજ્ઞ માનતા હતા, આમ છતાં શાસ્ત્ર એમની