________________
1001
૨૯ : સાવધ રહેવાની જરૂર
વિદ્યાસાધક તો જીવતો ઘેર આવે ત્યારે સાચો. બાકી ત્યાં ભૂતપ્રેતાદિના ભયની ધાક નક્કી જ છે. સાધતાં સાધતાં ભયથી કંપે તો ૨ખે ગાંડો પણ થઈ જાય. એ જ રીતે સાધુ કે શ્રાવક ‘આમ થશે તો, તેમ થશે તો’ એવું જ વિચાર્યા કરે તો શાસનને સાધી કે આરાધી ન શકે. આ પાટે બેસી શ્રી જિનેશ્વરદેવની વાણી સંભળાવનારો ‘આ નારાજ થશે તો, પેલો નારાજ થશે તો,' એવું વિચાર્યા કરે તો એનાથી વ્યાખ્યાન વેંચાય જ નહિ. સામાની કાર્યવાહી ઉઘાડી થતી હોય ત્યાં એ નારાજ થવાનો જ છે, પણ એનો ઉપાય શું ? શાસ્ત્રકાર કહે છે કે બધા રાજી થાય અને ભગવાનનાં શાસ્ત્રો વંચાય, એ કદી ન બને. આ શાસ્ત્રોને સાંભળીને રાજી તો તે થાય કે જે લઘુકર્મી હોય, અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષે પહોંચનાર હોય.
·
-
69
૪૩૧
આ તો કહે છે કે-‘હવે તમે પાનાં ન જુઓ પણ અમને જુઓ, અમને રાજી રાખો.’ તમને રાજી તો રાખું પણ આ શાસ્ત્ર સચવાય તો. પણ એને ગુમાવીને તમને કઈ રીતે સાચવું ? હા ! તમને બધાને તા૨ક માનું તો વાત જુદી. હું ડૂબતો હોઈશ ત્યારે આ બધા મને ઊંચકીને સિદ્ધશીલાએ પહોંચાડશે એવી મને શ્રદ્ધા જાગશે ત્યારની વાત જુદી. પણ આ બધા તો એવા કે ત્યાં મોકલશે તોયે એકેન્દ્રિય બનાવીને મોકલશે, કર્મરહિત બનાવીને નહિ; એ વાતની મને ખબર છે. હું તારક તો આ પાનાને માનું છું, પછી મારે જોવું કોની સામે ? જે આમાં નહિ જોતાં માત્ર જમાનો જોઈને બોલે છે, તે શ્રી જિનેશ્વરદેવના આગમને સમજી શકતો નથી, હૃદયમાં પરિણમાવી શકતો નથી અને આમાંથી (શાસ્ત્રમાંથી) આપવાજોણું આપી શકતો નથી. લાખ્ખો માણસ ભેગાં થયાં હોય તો પણ બોલવાનું તો આ આગમો કહે તે જ.
વીશમી સદીનો વિગ્રહ આ એક જ છે. વીશમી સદીમાં પણ એ બુદ્ધિમાનોએ સ્થાપેલી સંસ્થાઓમાં આ વિગ્રહ નથી. ત્યાં એ સામાને જોઈને વર્તવાનું નથી કહેતા પણ સામાને જોઈને કાયદો કહે એમ જ વર્તવાનું કહે છે. અહીં પણ તમારી રીતભાત જોઈને આગમ કહે તે જ કહેવાનું ફરમાન છે. આ આગમ તો કહે છે કે જ્યાં સુધી સંસાર ગમે ત્યાં સુધી શાંતિ નથી. પચીસના પગારદારને પચાસની, પચાસવાળાને સોની, સોવાળાને હજારની અને આગળ વધીને લાખ, ક્રોડ અને અબજની ઇચ્છા થાય છે. એટલું જ નહિ પણ એને રાજા, મહારાજા, ચક્રવર્તી અને ઇંદ્ર થવાની ઇચ્છા હોય છે. એની ઇચ્છાઓનો અંત આવતો જ નથી. આ બધા ઇચ્છામાં જ મરી રહ્યા છે. માટે જ્યાં સંસાર ગમે ત્યાં શાંતિ હોય ?