________________
૪૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1002
બહાદુર કોણ ?
જ્યારે સંસાર ન ગમે ત્યારે શાંતિ આવે. શાંતિ આવે એટલે આત્મા બાહ્યદૃષ્ટિથી વિમુખ બની આંતરદૃષ્ટિવાળો થાય. આંતરદૃષ્ટિ થાય કે સંવેગ આવે. સંવેગ આવે એટલે આ વિચારણા આગળ ચાલે કે-ભવ ભયંકર છે. કોને માટે ? પ્રાણીમાત્રને માટે. શ્રી તીર્થંક૨દેવે પણ (પૂર્વાવસ્થામાં) અવસર પામીને આ જ શબ્દો કહ્યા છે. ભગવાન શ્રી વાસુપૂજ્યસ્વામીને એમનાં માતા-પિતા પાણિગ્રહણ માટે આગ્રહ કરે છે, સેંકડો રાજકન્યાઓ એમને પરણવા તૈયાર છે, ત્યારે અનંત બળનો ધણી એ પરમાત્મા પોતે શું કહે છે ? એ કહે છે કે-‘થાકી ગયો છું. સંસારમાં ભટકી ભટકીને ગળિયા બળદ જેવો થઈ ગયો છું. એવો થાક્યો છું કે હવે આ બોજો ઉપાડી શકું તેમ નથી.’ તમને કોઈ મા-બાપ આવો આગ્રહ કરે તો તરત ઘોડે ચડોને ? બહાદુર એ કે તમે ? સંસારનોં કાયદો જુદો છે. ત્યાંનાં માપ જુદાં છે.
કૃષ્ણની સ્ત્રીઓ ભગવાનશ્રી નેમનાથસ્વામીને શું કહે છે ? કહે છે કે‘તમારા ભાઈ બત્રીસ હજાર સ્ત્રીઓનું પાલન કરે છે તો તમારામાં એક સ્ત્રીનું પાલન કરવાની તાકાત નથી ?' ભગવાન આ સાંભળી હસે છે. આવા સંસારરસિકને કહે શું ? દુનિયાની દૃષ્ટિએ બહાદુર ગણાતા કૃષ્ણ પોતે ભગવાનને શું કહે છે ? એ કહે છે કે- ‘સમર્થ આપ અને પામર હું ! આપ આ બધું છોડીને ચાલ્યા અને હું એમાં ખૂંચ્યો. આપ ઉચ્ચ સ્થાને (મોક્ષમાં) પહોંચવાના અને હું પાતાળમાં જવાનો. અરે રે ! તારા જેવો ત્રણ લોકનો નાથ મારો બંધુ અને સ્વામી, છતાં મારી આ દશા ?' શ્રી નેમનાથ ભગવાન કહે છે કે-બાંધ્યું તે ભોગવ્યા વિના છૂટકો નથી. એકવાર તો ભોગવી લેવું પડશે, પછી મારા જેવો જ થઈશ.’
ભોગ ભોગવે તે બહાદુર કે ભોગથી ગભરાઈને ભાગે તે ? રાજી થઈને પરણે તે બહાદુર કે પરણવાથી દૂર ભાગે તે ? મિષ્ટાન્ન માટે ફાંફાં મારે અથવા એમાં લીન થાય તે બહાદુર કે એનો ત્યાગ કરી આયંબિલ કરે તે ? ત્યાં તો એવા બહાદુર (અજ્ઞાન) કહેનારા પડ્યા છે કે-‘પચતું નહીં હોય એટલે નહીં ખાતો હોય. પચે તો ખાયને ? હોજરી કામ કરવી જોઈએ ને ?’ તમારે આ બધી સ્થિતિને સમજ્યા વિના છૂટકો નથી.
ત્યાગનું ધ્યેય :
તમે ગમે ત્યાં ફરી આવો અને આ શાસ્ત્રના કોઈ પાનામાં, એની કોઈ